Get The App

સોનાના પડ ચડાવેલા દાગીના મોર્ગેજ કરી રૂ. 11.09 લાખની લોન લઇ લીધી

Updated: Apr 17th, 2023

GS TEAM

Google News
Google News
સોનાના પડ ચડાવેલા દાગીના મોર્ગેજ કરી રૂ. 11.09 લાખની લોન લઇ લીધી 1 - image



- 6 લોન ધારકે ઉધનાની મુથુટ ફિનકોર્પમાં તાબું અને પિત્તળ ધાતુ મિશ્રીત દાગીના મુકયા હતાઃ નોટીસનો જવાબ નહી મળતા તપાસમાં ભાંડો ફૂટયો

સુરત
ઉધનાના એસ.એન. એસ હાઉસમાં આવેલી મુથુટ ફિનકોર્પમાંથી તાબું અને પિત્તળની ધાતુ મિશ્રીત સોનાના પડ ચડાવેલા દાગીના ગીરવે મુકી કુલ રૂ. 11.09 લાખની લોન લેનાર વિરૂધ્ધ ઉધના પોલીસમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાય છે.
અડાજણના દિવ્ય દર્શન એપાર્ટમેન્ટમાં આવેલી મુથુટ ફિનકોર્પ લિ. ના દક્ષિણ ગુજરાતના એરીયા મેનેજર ઝલક મનસુખ વઘાસીયા (ઉ.વ. 38 રહે. ધર્મ ભક્તિ એપાર્ટમેન્ટ, એલ.એચ. રોડ, વરાછા અને મૂળ. મેવાસા, જેતપુર, રાજકોટ) એ ગત દિવસોમાં ઉધના મેઇન રોડ સ્થિત સિલીકોન શોપર્સની સામે એસ.એન.એસ હાઉસમાં આવેલી મુથુટ ફિનકોર્પની બ્રાંચમાં તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત 25 જુલાઇ 2020 થી ઓગષ્ટ 2021 અંતર્ગત લોન લેનાર દ્વારા લોનના હપ્તા ભરપાઇ કરવામાં આવ્યા ન હતા.

સોનાના પડ ચડાવેલા દાગીના મોર્ગેજ કરી રૂ. 11.09 લાખની લોન લઇ લીધી 2 - image

લોન ધારકને નોટીસ ઇસ્યુ કરવામાં આવી હોવા છતા તેનો પણ કોઇ પ્રત્યુત્તર આપ્યો ન હતો. જેને પગલે લોન ધારક દ્વારા મોર્ગેજ કરવામાં આવેલા સોનાના દાગીનાની ખાત્રી કરવામાં આવી હતી. જેમાં 20 નંગ બંગડી, 1 બ્રેસલેટ અને 2 ચેઇન વિગેરે તાબું અને પિત્તળની મિશ્ર ધાતુ વાળા સોનાનું પડ ચડેલા હોવાનું જણાયું હતું. જેથી મિશ્ર ધાતુ વાળા સોનાનું પડ ચડેલા દાગીના મોર્ગેજ કરી રૂ. 1.61 લાખની લોન લેનાર રાહુલ શ્રીકિશન જાધવ (રહે. હેગડેવાર, વેસુ), રૂ. 1.61 લાખની લોન લેનાર દિલેન પ્રવિણચંદ્ર ભગતવાલા (રહે. જય ગુરૂદેવ એપાર્ટમેન્ટ, ઉધના), રૂ. 4.02 લાખની લોન ધારક સ્નેહલ સુધીર પરમાર (રહે. મિશન હાઉસ મુગલીસરા), રૂ. 2.53 લાખની લોન ધારક નરેશ હિંમતલાલ ઠક્કર (રહે. શોભના એપાર્ટમેન્ટ, સોની ફળીયા), રૂ. 85 હજારની લોન ધારક આશિષ કપિલ વ્યાસ (રહે. માન રેસીડન્સી, સુરત), રૂ. 47 હજારની લોન ધારક સોનુ ક્રિપાલચંદ્ર વર્મા (રહે. ચેતન નગર, ડીંડોલી) વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.

Tags :