ચોટીલા : ચોટીલા ચામુંદા મંદિરે દિવાળી બેસતા વર્ષની ઉજવણી બાદ લોકો માટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. આ વર્ષે દિવાળીઓની રજાઓમાં સાત લાખથી વધુ માઇ ભક્તોએ ચામુંડા માતાના દર્શન કર્યા હતા. યાત્રાધામમાં અવિરત પ્રવાહને કારણે ચોટીલાની તમામ ધર્મશાળાઓ, ગેસ્હાઉસ તેમજ હોટેલ, રેસ્ટોરન્ટમાં હાઉસ ફુલ થયેલ હતા તો અનેક ઠેકાણે દિવાળી અને ભીડ ના મન માંગ્યા ભાવ લેવાયા હોવાની બૂમરેણ ઉઠી હતી. દર્શનાર્થીઓને અગવડતા ન પડે તે માટે ૨-પીઆઇ, ૭ પીએસઆઇ, ૫૨ પોલીસ કર્મી, ૧૮ મહિલા પોલીસ, ૧૩ ટીઆરબી, ૬૦ હોમ ગાર્ડ, ૭૦ જીઆરડી જવાનોનો કાફલાએ તહેવારની ઉજવણી નહીં પણ ફરજ પર તૈનાત રહ્યા હતા. જ્યારે અધિકારીઓ અને જીલ્લાની બ્રાન્ચો સતત રાઉન્ડીંગ પેટ્રોલીંગ કરી કોઇ અન ઇચ્છનીય બનાવ ન બને તે માટે સતત ચોટીલા નેશનલ હાઇવે તેમજ યાત્રાધામ ખાતે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
દિવાળી રજાઓમાં સાત લાખથી વધુ માઇ ભક્તોએ ચોટીલા ચામુંડા માતાના દર્શન કર્યા


