Get The App

ભાવનગર-બોટાદ જિલ્લાના 4 ડેમમાં 90 ટકાથી વધુ જળસંગ્રહ

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
ભાવનગર-બોટાદ જિલ્લાના 4 ડેમમાં 90 ટકાથી વધુ જળસંગ્રહ 1 - image


- સાર્વત્રિક મેઘમહેરથી જળસપાટીની સ્થિતિ સુધરી, ઉનાળામાં પાણીની ચિંતા ઘટશે

- 3 ડેમમાં 40 ટકાથી ઓછું પાણી, બે ડેમ ઓવરફ્લો થવાની અણીએ

ભાવનગર : ભાવનગર અને બોટાદ જિલ્લા તેમજ ઉપરવાસમાં ચોમાસાના પ્રારંભે જ સાર્વત્રિક મેઘમહેરથી બન્ને જિલ્લાના ડેમોમાં જળસપાટીની સ્થિતિ સુધરી છે. જેના કારણે ઉનાળામાં પીવા અને પિયતના પાણીની ચિંતા ઘટશે તેવી આશા જાગી છે.

ભાવનગર અને બોટાદ જિલ્લામાં ૧૫ જળાશયો આવેલા છે. જેમાંથી સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ બે વખત ઓવરફ્લો થઈ ગયો છે અને હાલ પણ ડેમમાં પાણીની સ્થિતિ ૧૦૦ ટકા છે. આ ઉપરાંત મહુવાના બગડ ડેમ, રોજકી અને રાણપુરના ઉતાવળી (ગુંદા) ડેમમાં હાલનું ગ્રોસ સ્ટોરેજ ૧૦૦ ટકા છે. મહુવાનો માલણ અને ઉમરાળાનો રંઘોળા ડેમ ઓવરફ્લો થવાની અણીએ છે. આજ સવારની સ્થિતિએ માલણમાં ૯૯.૨૧ ટકા અને રંઘોળામાં ૯૯.૧૩ ટકા જળસંગ્રહિત છે. બે ડેમમાં ૮૦ ટકાથી વધુ, બે ડેમમાં ૭૦ ટકાથી વધુ અને ત્રણ ડેમમાં ૪૦ ટકાથી ઓછો જળસંગ્રહ છે. તળાજાના જસપરા (માંડવા) ડેમમાં ૧લી જૂનની સ્થિતિએ ૩૫.૯૫ મીટર પાણી હતું. જેમાં વધારો થવાના બદલે ઘટાડો થતાં ૩૪.૬૦ મીટર પાણી રહ્યું છે. ઘોઘાના લાખણકા ડેમમાં સવા માસની અંદર ૧.૩૦ મીટર પાણી વધતા હાલની સપાટી ૩૮.૭૦ મીટરે પહોંચી છે.

જળાશયનું નામ

૧ જૂનની સ્થિતિએ

હાલની સ્થિતિ

પાણીનો કુલ સંગ્રહ

 

સપાટી (મીટરમાં)

(મીટરમાં)

(ટકામાં)

શેત્રુંજી

૫૧.૯૦

૫૫.૫૩

૧૦૦

બગડ

૫૬.૯૧

૬૦.૪૫

૧૦૦

રોજકી

૯૪.૧૪

૯૯.૧૨

૧૦૦

ઉતાવળી

૪૫.૯૦

૪૯.૩૦

૧૦૦

માલણ

૧૦૧.૭૩

૧૦૪.૨૧

૯૯.૨૧

રંઘોળા

૫૯.૬૧

૬૨.૪૮

૯૯.૧૩

ખાંભડા

૪૯.૩૦

૫૦.૨૫

૯૪.૧૦

પીંગળી

૪૮.૧૦

૫૧.૦૦

૯૦.૦૫

કાળુભાર

૫૬.૫૦

૫૯.૦૦

૮૭.૭૬

રજાવળ

૫૨.૩૫

૫૬.૦૦

૮૦.૨૬

ખારો

૫૧.૪૫

૫૩.૫૦

૭૯.૩૩

હણોલ

૮૮.૧૫

૮૯.૬૫

૭૮.૭૫

હમીરપરા

૮૨.૫૦

૮૫.૭૦

૩૭.૧૩

Tags :