Gujarat

બાલાસિનોરની 13 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 79 ટકાથી વધુ મતદાન

By GS TEAM
23 Jun 20252 mins read
બાલાસિનોરની 13 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 79 ટકાથી વધુ મતદાન

- 17,891 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો

- કોતરબોરમાં સૌથી વધારે 95.40 ટકા અને ગઢના મુવાડામાં સૌથી ઓછા 3.16 ટકા મત પડયા 

બાલાસિનોર : મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાની ૧૩ ગ્રામ પંચાયતોની સરપંચ તથા સભ્યોની યોજાયેલી ચૂંટણીમાં સાંજે ૬ વાગ્યા સુધી અંદાજે ૭૯.૫૯ ટકા મતદાન નોંધાયું હતું. 

બાલાસિનોર તાલુકાની ૧૩ ગ્રામ પંચાયતોમાં સમાવિષ્ટ ૧૧૩૮૮ પુરૂષ મતદારો અને ૧૧૦૯૧ સ્ત્રી મતદારો મળીને કુલ ૨૨૪૭૯ મતદારો પૈકી આજે સાંજે છ વાગ્યા સુધીમાં ૯૨૭૦ પુરૂષ મતદારો અને ૮૬૨૧ સ્ત્રી મતદારો સહિત કુલ ૧૭૮૯૧ મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાનની ટકાવારી પ્રમાણે જોઈએ તો ૧૩ ગ્રામ પંચાયતોમાં ૮૧.૪૦ ટકા પુરૂષ મતદારોએ અને ૭૭.૭૩ ટકા સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું. જો કે, મતદાનની ટકાવારીમાં અંતિમ અહેવાલ પ્રમાણે ફેરફાર થવાની શક્યતા છે.

બાલાસિનોર તાલુકાના વડદલામાં ૭૮.૬૬ ટકા, ડોડિયા-શિમળીયામાં ૮૨.૭૧ ટકા, પાંડવામાં ૭૭.૯૮ ટકા, તાજેરીમાં ૮૨.૮૩ ટકા, બારીયાવગામાં ૮૯.૮૫ ટકા, પરબિયામાં ૮૩.૬૮ ટકા, પાટડિયામાં ૮૦.૯૫ ટકા, માળના મુવાડામાં ૯૦.૯૫ ટકા, કરણપુરમાં ૭૮.૭૯ ટકા, સરોડામાં ૭૮.૬૦ ટકા, કોતરબોરમાં ૯૫.૪૦ ટકા, ગઢના મુવાડામાં ૩.૧૬ ટકા અને સાકરિયામાં ૭૩.૨૭ ટકા મતદાન થયું હોવાનું જાણવા મળ્યું છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ફોર્મ પરત ખેંચવાના દિવસે ચિત્ર સ્પષ્ટ થતાં ૧૩ ગ્રામ પંચાયતમાં ૪૪ સરપંચ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ચૂંટણી લડવા મેદાને રહ્ના હતા. ત્યારે વસાદરા ગામમાં સરપંચના બે ઉમેદવાર પૈકી અક ઉમેદવારનું ફોર્મ રદ થતા સરપંચ ઉમેદવાર ચૂંટણી લડયા વગર બિનહરીફ સરપંચ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે બારિયાવગા ગ્રામ પંચાયતમાંથી અક ફોર્મ રદ થતા ૫ ઉમેદવારો મેદાને હતા. 

ગઢના મુવાડા ગ્રામ પંચાયતમાં સરપંચપદ માટેના બે ઉમેદવારો પૈકી અક ઉમેદવારે બીજા ઉમેદવારને છેલ્લી ઘડીઅ ટેકો જાહેર કરતાં સ્પર્ધામાં રહેલા ઉમેદવારે કુલ ૬૩૦ મતો પૈકી માત્ર ૨૦ મતો મેળવવા જરૂરી રહ્ના હોવાનું જાણવા મળ્યું હતું. જા કે પરિણામ શું આવે છે તે જાવાનું રહે છે.