રજનીકાંત કુબાવત, વિવેક દવે સાથે મળી કોઇન લોન્ચ કરી રોકાણ મેળવ્યા બાદ ભાવ ડાઉન કરીને વેબસાઇટ બંધ કરી દીધ
એક્ષીયો ક્રિપ્ટો કરન્સી કૌભાંડમાં આજે સુરત સીઆઈડી ક્રાઈમ ઝોને આરોપી પ્રમોટર્સ ચંદ્રેશ કોટડીયાની ધરપકડ કરી છે. બાદમાં મુખ્ય જિલ્લા સેશન્સ જજ આર.કે.દેસાઈની કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગ કરતાં કોર્ટે આરોપીને તા.30મી સપ્ટેમ્બર સુધી 6 દિવસના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.
એક્ષીયો કોઈન કૌભાંડમાં રૃા.6.30 લાખ ગુમાવનાર મૂળ રાજસ્થાનના જોધપુર જિલ્લાના વતની ફરિયાદી ઉમેશ અનુપચંદ જૈન (રે.નિલકંઠ રેસીડેન્સી બંગ્લોઝ, કામરેજ ગામ) આરોપીઓ વિરુધ્ધ સુરત સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. અંદાજે રૃ.7.98 કરોડના એક્ષીયો ક્રિપ્ટો કરન્સી કૌભાંડમાં સંડોવાયેલા મૂળ રાજકોટ જિલ્લાના જેતપુરના તાલુકાના વતની આરોપી પ્રમોટર્સ ચંદ્રેશ કોટડીયા(રે.હેપ્પી બંગ્લોઝ, માતાવાડી,વરાછા)ની ધરપકડ કરી છે.
ચંદ્રેશ કોટડીયા સહિત સહ આરોપી રજનીકાંત કુબાવત અને વિવેક દવેએ એક્ષીયો કોઇન લોન્ચ કર્યો હતો. અને વધુ વળતરની લાલચ આપી અંદાજે 500 જેટલા રોકાણકારો પાસેથી અંદાજે રૃ.7.98 કરોડનું રોકાણ મેળવ્યા બાદ કોઈનનો ભાવ ડાઉન કરીને વેબસાઈટ બંધ કરી કરોડો રોકાણકારોના નાણાં ડુબાડી દીધા હતા. સીઆઇડી ક્રાઇમના તપાસ અધિકારી સુનિલ તરડેએ ચંદ્રેશ કોટડીયાને કોર્ટમાં રજૂ કરી 18 ગ્રાઉન્ડ સાથે 14 દિવસના રિમાન્ડ માંગતા તા.30મી સુધી રિમાન્ડ મંજુર કરાયા છે.
રરકોઇન લોન્ચીંગ માટે શ્રીલંકામાં 3 કરોડના ખર્ચે પ્રોગ્રામ કર્યો હતો
પ્રારંભિક 1 અમેરિકન ડોલરની કિંમત 11 ડોલર સુધી લઇ ગયા બાદ બીટોઝ ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ બંધ કરી દીધું
એક્ષીયો
કોઈન કૌભાંડના સંચાલકો પ્રમોટર્સ દ્વારા ફેબુ્રઆરી-2018માં 450જેટલા રોકાણકારોને
શ્રીલંકા લઈ જઈને રૃ.3 કરોડના ખર્ચે કોઈન લોન્ચીંગ પ્રોગ્રામ કર્યો હતો. જે
વિદેશની ટુરનું આયોજન,
ઈવેન્ટ મેનેજમેન્ટ માટેના નાણાં કઈ રીતે મેળવ્યા તથા ખર્ચા કેવી
રીતે ચુકવ્યા તેની તપાસ થશે.
એક્ષીઓ
કોઈન કૌભાંડના આરોપીઓ દ્વારા એક્ષીયો કોઈન લોન્ચ કરવામાં આવ્યો ત્યારે તેની કિંમત 1 ડોલર (આશરે રૃ.70) રાખી હતી. જેની કિંમતમાં આભાસી વધારો કરી 11 ડોલર સુધી લઈ જઈ
રોકાણો મેળવ્યા બાદ કંપની બંધ કરી કરોડો રૃપિયાની ઠગાઈ કરી છે. ચંદ્રેશ કોટડીયાએ
બીટોઝ ક્રિપ્ટો કરન્સી એક્ષચેન્જ પણ બનાવ્યું હતુ. જેનું સંચાલન માટે મુંબઈમાં
ઓફીસ રાખવામાં આવી હતી. જેથી બીટોઝ એક્ષચેન્જ સંબંધે ઈલેકટ્રોનિક્સ પુરાવા
મેળવાશે.
તદુપરાંત એક્ષીઓ કોઈનની વેબસાઈટ મુંબઈના મિતેશ રસેલકર, અમજદ તથા જુનેદ નામના શખ્શે બનાવી હોઈ તે અંગેના પુરાવા મેળવાશે. ચંદ્રેશે વેબસાઈટ ડેવલપમેન્ટ માટે 40 થી 50 લાખ બીટકોઈન સ્વરૃપે ચુકવ્યા હોવાનું કબુલ્યું છે. પરંતુ આંગડીયા મારફતે નાણાં મોકલ્યા કે બીટકોઈન ક્યા વોલેટ અને એડ્રેસ પર મોકલ્યું છે તે અંગે મૌન છે. જે અંગે ઈલેકટ્રોનિક્સ પુરાવા મેળવવાની સીઆઈડી ક્રાઈમે કવાયત હાથ ધરી છેચંદ્રેશ એક્ષીયો કોઇનમાં 77 ટકાનો ભાગીદાર પણ હતો
રિમાન્ડ અરજીની સુનાવણીમાં સરકારપક્ષે એપીપી કુ.રિન્કુ પારેખે જણાવ્યું હતું
કે આરોપી ચંદ્રેશ ઉર્ફે જીમ્મી કોટડીયા ડીસે.2017 થી એક્ષીઓ કોઈન કંપનીમાં પ્રમોટર
તથા નફામાં 77 ટકાનો ભાગીદાર છે. પોતાની ડાઉનલાઈનમાં કરાવેલા રોકાણો, કમિશન અને ઈન્વેસ્ટર્સના નાણાંમાંથી મળેલા કમિશનમાંથી સ્થાવર
જંગમ મિલકતમાં કરેલા રોકાણોની વિગતો મેળવવાની છે. રોકાણકારો પાસેથી મેળવેલા નાણાં
બીટકોઈન સગેવગે કર્યા હોઈ ગુનાના કામે રીકવર કરવાના છે.
ચંદ્રેશ ઉર્ફે જીમ્મીએ મહિને રૃા.2.25 લાખના ભાડામાં ઓફિસ
રાખી હતી
આરોપીઓએ બીટકોઈન સ્વરૃપે મેળવેલા નાણાં ક્યા વોલેટ બ્લોકચેનમાં રાખ્યા છે તેના
ઈલેકટ્રોનિક્સ પુરાવા મેળવાશે. આરોપીને સાથે રાખીને કંપનીના રિવોર્ડ પ્રોગ્રામ, રેફરલ અર્નિગ પ્રોગ્રામ, ઈન્વેસ્ટમેન્ટ
પ્લાનની તપાસ કરાશે. ચંદ્રેશે વેસ્ટર્ન શિવાલિકની ઓફીસ કોઈનના માર્કેટીંગ માટે
માસિક રૃ.2.25 લાખના ભાડેથી સોળ મહીના રાખી છે. જેનું ભાડુ કોણે અને કઈ રીતે
ચુકવ્યું તેની તપાસ કરાશે.

