Get The App

વડોદરામાં વાવાઝોડા સાથે તોફાની વરસાદને કારણે 50 થી વધુ વૃક્ષ ધરાશાયી : ઝાડ પડવાથી એકનું મોત, સોલાર પેનલો પણ તૂટી

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં વાવાઝોડા સાથે તોફાની વરસાદને કારણે 50 થી વધુ વૃક્ષ ધરાશાયી : ઝાડ પડવાથી એકનું મોત, સોલાર પેનલો પણ તૂટી 1 - image

Vadodara : વડોદરામાં ગત મોડી રાત્રે વાવાઝોડા સાથે તૂટી પડેલા વરસાદને કારણે અને સ્થળોએ અંધારપટ છવાયો હતો. તેમજ વૃક્ષો ધરાશાયી થયા હતા. વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં વક્તાપુરા ગામે ખેતરમાં ઝાડ પડવાથી ખેડૂત રઈજીભાઈ રાઠોડનું મોત નિપજતાં ગમગીની છવાઈ હતી.   

વડોદરા ફાયર બ્રિગેડના સુત્રોના જણાવ્યા મુજબ, ગઈકાલે રાત્રે 11 વાગ્યા બાદ ફાયર બ્રિગેડને ઝાડ પડવાના કોલ મળવા માંડ્યા હતા. સવાર સુધીમાં 50 જેટલા સ્થળોએ કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત કેટલા તેમજ બે સ્થળે લિફ્ટ ખોટકાઈ જવાના પણ બનાવ બન્યા હતા.

ઝાડ તૂટી પડવાને કારણે બંધ થયેલા રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા. હવે વરસાદ અને વાવાઝોડામાં સોલાર પેનલો તૂટવાનું જોખમ પણ વધ્યું છે. ગઈ રાત્રે ભાયલી વિસ્તારમાં કેટલાક સ્થળોએ સોલાર પેનલો તૂટતા લોકોને ભારી નુકસાન વેઠવું પડ્યું છે. આ પેનલો તૂટવાને કારણે કોઈ જાનહાની થઈ હોવાનું જાણવા મળ્યું નથી.