Gujarat

વડોદરા શહેર અને જિલ્લામાંથી ૫૦૪૬૧૮ મતદારો ડિલીટની શક્યતા

By GS TEAM
15 Dec 20251 min read
વડોદરા શહેર અને જિલ્લામાંથી ૫૦૪૬૧૮ મતદારો ડિલીટની શક્યતા

વડોદરા, તા.15 વડોદરા શહેર અને જિલ્લામાં એસઆઇઆર (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરીના પ્રથમ તબક્કા બાદ કુલ ૫૦૪૬૧૮ મતદારોના નામો ડિલીટ  થઇ જશે તેમ પ્રાથમિક બહાર આવ્યું છે. કુલ મતદારોમાં આ ટકાવારી ૧૮.૭૭ હોવાનું  જાણવા મળ્યું છે.

એક મહિના સુધી એસઆઇઆરની કામગીરી ચાલ્યા બાદ ચૂંટણીપંચ દ્વારા બે વખત મુદત લંબાવવામાં આવ્યા  બાદ ગઇકાલે છેલ્લો દિવસ હતો. જિલ્લામાં મતદારયાદી સુધારણાની ખાસ ઝુંબેશ અંતર્ગત શહેરની પાંચ અને જિલ્લાની પાંચ મળી કુલ ૧૦ વિધાનસભા બેઠકો પર નોંધાયેલા કુલ ૨૬૮૯૧૧૭ મતદારોનું વેરિફિકેશન બીએલઓ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. 

આ ઝુંબેશ દરમિયાન બીએલઓના ધ્યાન પર આવ્યું હતું કે ૫૦૪૬૧૮ મતદારો મળ્યા જ ન હતાં. જે મતદારોનું મૃત્યુ થયું હોય, શિફ્ટ થયા હોય તેમજ હાજર ના મળ્યા  હોય તેવા કુલ ઉપરોક્ત સંખ્યાના ફોર્મ હતાં આવા કુલ ફોર્મની ટકાવારી સામે ૧૮.૭૫ ટકાવારી નોધાઇ છે. આ મતદારોના નામો મતદારયાદીમાંથી કમી થવાની શક્યતા છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે વડોદરાની ૧૦ વિધાનસભા બેઠકો પર કુલ ૧૪૬૬૫૩ મતદારો મૃત મળ્યા હતાં જ્યારે ૯૮૨૭૮ મતદારો હાજર ન હતાં આ ઉપરાંત ૨૨૫૭૬૮ મતદારો કાયમી શિફ્ટ થઇ ગયા  હતાં.