ગાંધીનગરના નવા વિસ્તારમાં મંજૂરી વગરના ૪૦થી વધુ હોર્ડિંગ્સ હટાવાયા
આઉટડોર એડ્વર્ટાઇઝિંગ પોલિસી લાગુ થયા બાદ
અગાઉ ગુડા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને હવે સમય મર્યાદા પૂર્ણ થતા કાર્યવાહી કરવામાં આવી
ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આઉટડોર એડવર્ટાઇઝિંગ પોલિસી લાગુ કરી દેવામાં આવી છે. જેના કારણે મંજૂરી વગર અને ગેરકાયદેસર રીતે લાગતા હોર્ડિંગ્સને હટાવવામાં આવી રહ્યા છે ત્યારે નવા વિસ્તારમાં કોર્પોરેશનની ટીમ દ્વારા ૪૦ જેટલા હોર્ડિંગ્સ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા થોડા સમય અગાઉ આઉટડોર એડવર્ટાઇઝિંગ
પોલિસી લાગુ કરવામાં આવી છે જે અંતર્ગત કોર્પોરેશન દ્વારા નિયત કરાયેલા સ્થળો ઉપર
છે જાહેરાત કરી શકાય છે એટલું જ નહીં કોઈપણ વિસ્તારમાં જાહેરાત કરતા પહેલા
કોર્પોરેશનની મંજૂરી પણ લેવી પડે છે આ સ્થિતિમાં શહેરમાં મંજૂરી વિનાના તમામ
હોડગ્સને ગેરકાયદે ગણાવીને હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના
ભાગરૃપે શહેરના નવા વિસ્તારોમાં અગાઉ ગુડાએ મંજૂરી આપેલા અને તે સમયમર્યાદા પૂર્ણ
થઇ હોય તેવા ૪૦થી વધુ હોડગ્સ મહાનગરપાલિકા દ્વારા હટાવી દેવામાં આવ્યા હતા. અગાઉ આ
વિસ્તાર ગુડા હસ્તક હતો ત્યારે ગુડા દ્વારા વિવિધ એજન્સીને હોડગ્સ લગાવવા માટે
મંજૂરી આપવામાં આવી હતી. તે પછી આ વિસ્તાર મહાનગરપાલિકા હસ્તક આવી ગયો હતો.
બીજીતરફ ગુડા દ્વારા આપવામાં આવેલી મંજૂરીની સમયમર્યાદા પણ પુરી થઇ ગઇ હતી. જેથી
મહાનગરપાલિકા દ્વારા અગાઉ નોટીસ ફટકારવામાં આવી હતી પરંતુ તેમછતાં આ હોડગ્સ
હટાવવામાં નહીં આવતાં સોમવારે મહાનગરપાલિકાની ટીમો દ્વારા આવા હોડગ્સ હટાવી લેવાની
કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.