Gujarat

નીચાણવાળા વિસ્તારોમાંથી 40થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું

By GS TEAM
18 Jun 20251 min read
નીચાણવાળા વિસ્તારોમાંથી 40થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું

ભારે વરસાદથી ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો

નાના પુલો, નાળા, કોઝવે પરથી વહેતા પાણીમાં પસાર ન થવા તંત્રએ તાકીદ કરી

સુરેન્દ્રનગર -  ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાંથી ૪૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. ભોગાવો નદી બે કાંઠે વહેતી થતા નાના પુલો, નાળા, કોઝવે પરથી વહેતા પાણીમાં પસાર ન થવા તંત્રએ તાકીદ કરી છે.

સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરને પાણી પુરૃ પાડતો ધોળીઘજા ડેમ ભારે તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ઓવરફલો થતાં તેનું પાણી ભોગાવો નદીમાં છોડવામાં આવતા ભોગાવો નદી બે કાંઠે વહેતી થઈ છે. જેને ધ્યાને લઈ વઢવાણના તેમજ ભોગાવો નદીના તટ નજીક આવેલ નીચાણવાળા વિસ્તારોમાંથી અંદાજે ૪૦થી વધુ લોકોનું કન્યા શાળા ખાતે સલામત રીતે રેસ્ક્યુ કરી સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તેમજ વરસાદની આગાહીને ધ્યાને લઈ તંત્ર દ્વારા તમામ નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં અવર-જવર ન કરવા તથા માલ-મિલકતને સલામત સ્થળે ખસેડી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નાના પૂલો, નાાળા, કોઝવે પરથી ભયજનક રીતે વહેતા પાણીમાં કોઈ વાહન કે વ્યક્તિ ન જાય તેની તકેદારી રાખવા પણ તાકીદ કરવામાં આવી છે.