Get The App

સાયલા APMC ની ચૂંટણીમાં 30 થી વધુ વેપારી મતદારોની બાદબાકી

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
સાયલા APMC ની ચૂંટણીમાં  30 થી વધુ વેપારી મતદારોની બાદબાકી 1 - image


- યાર્ડમાં 50 હજારથી ઓછી શેષ ભરતા

- આખરી મતદાર યાદીમાં ખેડૂત વિભાગના 406, વેપારી વિભાગના 10 મતદાર નોંધાયા

સાયલા : સાયલા એપીએમસીની ટર્મ પૂર્ણ થતાં સામાન્ય ચૂંટણી જાહેર થતાં રાજકીય ગતિવીધિ તેજ બની ગઇ છે. આ ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આજે આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. 

આખરી મતદાર યાદી અનુસાર, ખેડૂત મતદાર વિભાગમાં કુલ ૨૬ સહકારી મંડળીઓના ૪૦૬ ખેડૂત મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે વેપારી મતદાર વિભાગમાં ૧૦ વેપારીઓને મતદાર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ૩૦ કરતાં પણ વધારે વેપારી મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે.

યાદીમાં ખેડૂત મતદાર વિભાગમાંથી ૪૦૬ અને વેપારી મતદાર વિભાગમાંથી ૧૦ ખેડૂતો મત આપશે

વર્ષ ૨૦૨૩ના ગેજેટમાં નિયમ બનાવવામાં આવ્યો હતો કે જે વેપારી ૫૦,૦૦૦ કે તેનાથી વધારે શેષ ફી યાર્ડમાં ભરતો હોય તેને જ મતદાનનો અધિકાર આપવો. જેથી ૩૦ કરતાં વધારે મતદારો આગામી ચૂંટણીમાં મત આપી શકશે નહીં. મતદાર યાદી માંથી નામ કમી થતા મોટાભાગના ખેડૂતોમા રોષની લાગણી જોવા મળી રહી છે

ચૂંટણી કાર્યક્રમ અનુસાર, મતદાન પ્રક્રિયા તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ યોજાશે અને તા. ૧૮ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આ ચૂંટણી પ્રક્રિયા પારદર્શક, નિષ્પક્ષ અને સરળ રીતે પૂર્ણ થાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

Tags :