સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં આજે 22 થી વધુ તાજીયા ઝુલુસ નીકળશે
- ઝુલુસ દરમિયાન પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાશે
- વઢવાણમાં વર્ષોની પરંપરા મુજબ હિન્દુ ઘેરથી જુલ્ફીકાર નિકળ્યા બાદ તાજીયાઓ નિકળશે
સુરેન્દ્રનગર : મુસ્લીમોનાં ધર્મગુરૂ મોહમદ પૈયગંબર સાહેબે વ્હોરેલી શહાદતની યાદમાં મુસ્લીમ બિરાદરો દ્વારા મહોરમનાં તહેવારની ઉજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે દરેક ધર્મનાં તહેવારોને ખુશીથી મનાવવામાં આવતો હોય છે પરંતુુ સત્ય અને માનવતા માટે વ્હોરેલ શહીદીની યાદીમાં મુસ્લીમ બિરાદરો દ્વારા મહોરમની ઉજવણી કરવામાં આવે છે.
આજે સુરેન્દ્રનગર અને વઢવાણ સહિત તાલુકા મથકોએ મુસ્લીમ બિરાદરો દ્વારા તાજીયાનું ઝુલુશ કાઢવામાં આવશે. શહેરમાં વિવિધ વિસ્તારોની મુસ્લીમ કમિટિઓ દ્વારા તાજીયાઓ બનાવવમાં આવે છે અને ભવ્ય ઝુલુશ સાથે ગઈકાલે રાત્રે અને આજે મહોરમ નિમિતે શહેરનાં મુખ્ય માર્ગો પર અંદાજે ર૨થી વધુ તાજીયાનું ઝુલુશ નિકળશે. જેમાં શહેરનાં નૂરેમોહમંદી, ઘાંચીવાડ, મીલ રોડ, લક્ષ્મીપરા, હાઉસીંગ, વાદીપરા સહિતનાં અલગ-અલગ વિસ્તારોમાંથી પરંપરાગત રીતે તાજીયાનું ઝુલુશ કાઢવામાં આવશે. જયારે મોહમંદ પૈયંગબર સાહેબે વ્હોલેરલ શાહદતની યાદીમાં મુસ્લીમ બિરાદરો દ્વારા ઢોલ,નગારા સહિત અખાડાઓ અને વિવિધ દાવ કરવામાં આવશે. વર્ષોની પરંપરા મુજબ વઢવાણ શહેરમાં હિન્દુનાં ઘરેથી સૌપ્રથમ જુલ્ફીકાર નિકળે ત્યારબાદ જ અન્ય તાજીયાઓ નિકળશે. વઢવાણ ખાતે હિન્દુ અને મુસ્લીમ બિરાદરો દ્વારા કોમી એકતાનાં અનોખા ઉદાહરણ સાથે તાજીયાનું ઝુલુશ કાઢવામાં આવશે. વર્ષોથી હિન્દુ પરિવારને ત્યાં મહોરમની રાત્રે જુલ્ફકારની ધાર્મિક વિધિ પૂજા કર્યા બાદ સર્વ પ્રથમ જુલ્ફીકાર અને ત્યારબાદ અન્ય તાજીયાઓ કાઢવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સહિત મુસ્લીમ બિરાદરો જોડાશે.