Gujarat

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સાયકલોથોન ની જુદી-જુદી બે ઈવેન્ટમાં 2,500થી વધુ લોકો જોડાયા

By GS TEAM
15 Dec 20251 min read
TukuTouch Logo
જામનગર મહાનગરપાલિકા દ્વારા હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અને ફિટ મૂવમેન્ટ અંતર્ગત 10 કી.મી. અને 15 કિલોમીટરની બે સાયકલોથોન યોજાઈ હતી, જેમાં 2,500થી વધુ સાયકલીસ્ટોએ ભાગ લીધો હતો. આ બન્ને ઈવેન્ટમાં પ્રથમ દસ-દસ વિજેતા સ્પર્ધકોને ઈનામ સ્વરૂપે સાયકલો આપવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સાયકલોથોન ની જુદી-જુદી બે ઈવેન્ટમાં 2,500થી વધુ લોકો જોડાયા

જામનગર મહાનગરપાલિકા દ્વારા હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અને ફિટ મૂવમેન્ટ અંતર્ગત 10 કી.મી. અને 15 કિલોમીટરની બે સાયકલોથોન યોજાઈ હતી, જેમાં  2,500થી વધુ સાયકલીસ્ટોએ ભાગ લીધો હતો. આ બન્ને ઈવેન્ટમાં પ્રથમ દસ-દસ વિજેતા સ્પર્ધકોને ઈનામ સ્વરૂપે સાયકલો આપવામાં આવી હતી.

શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી રવિવારે સવારમાં જામ્યુકોના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષના નેતા આશિષભાઈ જોશી, કમિશનર ડી.એન. મોદી અને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના અગ્રણીઓએ સાયકલોથોનનું પ્રસ્થાન કરાવ્યું હતું. 

આ સાયકલોથોનમાં બે કેટેગરી રાખવામાં આવી હતી 

10 કિલોમીટર અને 15 કિલોમીટર બંને કેટેગરીનો રૂટ જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરથી પ્રારંભકરાવ્યો હતો. જેમાં 10 કી.મી.ની ઈવેન્ટમાં શરૂ સેક્શન રોડથી ગવર્મેન્ટ પોલીટેકનીક કોલેજ, હાલાર સોલ્ટ વર્કસથી પોલીસ હેડકવાર્ટર ખાતે પુર્ણ થઈ હતી. જ્યારે ૧૫ કીલોમીટરની સાયકલ સ્પર્ધા પોલીસ હેડ ક્વાર્ટરથી લઈને હાલર સોલ્ટ થઈ પોલીસ હેડકવાર્ટર ખાતે પૂર્ણ થઈ હતી.

સાયક્લોથોન ઇવેન્ટમાં બંને કેટેગરી નિયત સમય એક કલાક અને દોઢ કલાકની મર્યાદામાં પૂર્ણ કરનાર તમામ સ્પર્થકોમાંથી લકી ડ્રો કરવામાં આવ્યો હતો. જેમાં બંને કેટેગરીમાંથી પ્રથમ દસ-દસ સ્પર્ધકોને સાયકલ ઈનામરૂપે અપાઇ છે.