- નાપાડ તળપદની સીમમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા
આણંદ : આણંદ તાલુકાના નાપાડ તળપદ ગામની ઇન્દિરા નગરી ચરા વિસ્તારમાં આણંદ ગ્રામ્ય પોલીસે છાપો મારીને પત્તા પાનાનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે ઝડપાયેલ શખ્સો પાસેથી કુલને રૂપિયા ૧૧,૦૦૦ થી વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
આણંદ તાલુકાના નાપાડ તળપદ ગામની ઇન્દિરા નગરી ચરામાં આવેલા એક ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં પોલીસે છાપો મારતા ઈકબાલ ખાન ઉર્ફે મોન્ટુ પ્રવિણસિંહ રાઠોડ હનીફ ભાઈ ઈસુભ ભાઈ કુરેશી મોસીન ખાન જીતસિંહ રાઠોડ મનુભાઈ ધુળાભાઈ પરમાર અને કમલેશભાઈ ચીમનભાઈ પરમાર (તમામ રહે નાપાડ) જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે ઝડપાયેલા શખ્સોની અંગજડતીમાંથી તેમજ દાવ પરથી મળી રોકડા રૂપિયા ૧૧,૪૬૦ કબજે લઈ ફરિયાદ નોંધી છે.


