Gujarat
ખેડા શહેરમાં બસ સ્ટેશનથી ચોકડી વિસ્તાર સુધીના 100થી વધુ દબાણો હટાવાયા
By GS TEAM
6 Dec 20251 min read

માર્ગ અને મકાન વિભાગની પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી
સંપૂર્ણપણે દબાણો દૂર નહીં થાય ત્યાં સુધી ઝુંબેશ ચાલુ રખાશે : માર્ગો પહોળા થતાં લોકોને રાહત
નડિયાદ: ખેડામાં બસ સ્ટેશનથી ચોકડી વિસ્તાર સુધીના માર્ગ પર ૧૦૦થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં દબાણ હટાવતા રસ્તો પહોળા થયા છે.
ખેડામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણો હટાવવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. દબાણોની સમસ્યાના નિરાકરણ માટે કલેક્ટરે તાત્કાલિક દબાણો દૂર કરવા માર્ગ અને મકાન વિભગને આદેશ કર્યો હતો. જેના પગલે આજે માર્ગ અને મકાન વિભાગ અને પાલિકાનો સ્ટાફ તેમજ પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ખેડા બસ સ્ટેશનની આસપાસ દબાણો કરવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કામાં આ દબાણો ૧૦૦ દબાણો હટાવવામાં આવ્યા છે.
માર્ગો પર દબાણો સંપૂર્ણપણે દૂર ન થાય ત્યાં સુધી ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.








