વડોદરા શહેરમાં આગામી તા.૧ ફેબ્રુઆરીએ યોજાનારી ૧૩મી વી.આઈ.એમ. (વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન) માટે આ વર્ષે ૧.૦૮ લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી છે, જ્યારે ૧૭હજારથી વધુ દોડવીરોએ ભાગ લીધો છે.
મેરેથોનની તમામ કેટેગરીઝ ટાઈમ્ડ રનતરીકે યોજાશે. ફુલ મેરાથોન (૪૨. ૧૯૫ કિમી)માં ૩૪૦, હાફ મેરેથોન (૨૧.૧ કિમી)માં ૧,૯૭૫, ૧૦ કિમી ટાઈમ્ડ રનમાં ૯હજારથી વધુ જ્યારે ૫ કિમી ટાઈમ્ડ રનમાં બાકીના દોડવીરો ભાગ લેશે. સાથે ગુજરા રન, હેરિટેજ રન તથા દિવ્યાંગ રનમાં પણ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે.
આશરે ૮૫ કોર્પોરેટ ટીમો દોડમાં ઉતરશે.મેરેથોનનું વિશેષ આકર્ષણ જવાન રન રહેશે, જેમાં પોલીસ દળ, ઇમરજન્સી સર્વિસિસ તેમજ ભારતીય સેના, નૌસેના અને વાયુસેનાના જવાનો ભાગ લેશે. મ્યુનિ. કમિશનર, કલેક્ટર, ગ્રામ્ય એસ.પી. સહિતના વરિષ્ઠ સરકારી અધિકારીઓ પણ દોડમાં ભાગ લેશે. આ વર્ષે ઇથિઓપિયા, કેન્યા સહિત વિશ્વના વિવિધ દેશોમાંથી આવેલા એલિટ આંતરરાષ્ટ્રીય દોડવીરો ભારતીય દોડવીરો સાથે સ્પર્ધામાં ઉતરશે.
શહેરના નવલખી મેદાન ખાતેથી વહેલી સવારે ૪:૧૦ કલાકે રાજ્યના ના. મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મેરેથોનને ફ્લેગ ઓફ આપવામાં આવશે. દોડશહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અકોટા બ્રિજના સોલાર પેનલ ખાતે પુર્ણ થશે.


