Gujarat

મોરબીમાં કરુણાંતિકા, દ્વારકાધીશના દર્શને જતા બનાસકાંઠાના 5 પદયાત્રીને ડમ્પરે કચડ્યાં, 4ના મોત

By GS TEAM
17 Dec 20252 mins read
TukuTouch Logo
દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓને બુધવારે (17 ડિસેમ્બર) વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત મોરબી નજીક હાઈવે પર સર્જાયો હતો જ્યાં પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે 5 પદયાત્રીઓને અડફેટે લીધા હતા. જેમાંથી 4ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા અને એકની સ્થિતિ ગંભીર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોરબીમાં કરુણાંતિકા, દ્વારકાધીશના દર્શને જતા બનાસકાંઠાના 5 પદયાત્રીને ડમ્પરે કચડ્યાં, 4ના મોત

Morbi Accident news:  દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓને બુધવારે (17 ડિસેમ્બર) વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત મોરબી નજીક હાઈવે પર સર્જાયો હતો જ્યાં પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે 5 પદયાત્રીઓને અડફેટે લીધા હતા. જેમાંથી 4ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા અને એકની સ્થિતિ ગંભીર છે. 

આ પણ વાંચોઃ અમરેલીના બગસરામાં બેકાબૂ કાર ઝાડ સાથે ભટકાતા પલટી, 3 લોકોના મોત, એક ઈજાગ્રસ્ત

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, દ્વારકાધીશના દર્શનાર્થે જતા પદયાત્રીઓને મોરબીના માળિયા-પીપળીયા હાઇવે પર અકસ્માત નડ્યો હતો. આ પદયાત્રીઓ બનાસકાંઠાના કાંકરેજ અને દિયોદર તાલુકાથી સંઘ કાઢી પગપાળા જઈ રહ્યા હતા. આ દરમિયાન બુધવારે (17 ડિસેમ્બર) વહેલી સવારે ચાંચાવદરડા ગામના પાટિયા પાસેના પેટ્રોલ પંપ નજીક એક પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે પાંચ પદયાત્રીઓને અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, પાંચમાંથી 4 ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા અને એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. હાલ એક ઈજાગ્રસ્ત મોરબીની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૃતકોમાં બે યુવા અને બે આધેડ વયની વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે. 

આ પણ વાંચોઃ ધ્રાંગધ્રામાં વીજ લાઇન નાખવા સામે સાત ગામના ખેડૂતોની સોશિયમલ મીડિયામાં વિરોધ

પોલીસે હાથ ધરી તપાસ

ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તમામ મૃતદેહોનો કબ્જો મેળવી તેમને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે. અકસ્માત સર્જનાર વાહનચાલક ફરાર થઈ ગયો હોવાના કારણે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. હાલ, પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે ડ્રાઇવરની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.