Gujarat

કાલાવડ નજીક રણુજા રોડ પર કાર અને સ્કૂટર વચ્ચેના અકસ્માતમાં મોરબીના દંપત્તિને ગંભીર ઇજા

By GS TEAM
27 Jun 20251 min read
TukuTouch Logo
જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર રણુંજા ગામના પાટીયા પાસે કાર અને એકટીવા સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં મોરબીના વતની એક દંપત્તીને નાની-મોટી ઇજા થઈ છે, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે કાર ચાલક સામે ગુનો નોધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડ નજીક રણુજા રોડ પર કાર અને સ્કૂટર વચ્ચેના અકસ્માતમાં મોરબીના દંપત્તિને ગંભીર ઇજા

જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર રણુંજા ગામના પાટીયા પાસે કાર અને એકટીવા સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં મોરબીના વતની એક દંપત્તીને નાની-મોટી ઇજા થઈ છે, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે કાર ચાલક સામે ગુનો નોધ્યો છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મોરબીમાં રાજકોટ રોડ પર આંબેડકર હોલ પાસે રહેતા નીતાબેન મુકેશભાઈ મકવાણા અને તેમના પતિ મુકેશભાઈ કરસનભાઈ મકવાણા, કે જે દંપતિ કાલાવડ પંથકમાં યોજાયેલા એક સમૂહ લગ્નમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા.

જે દરમિયાન રણુજા ચોકડી પાસે આવી રહેલી સફેદ કલરની એક ફોર વ્હીલ ના ચાલકે એકટીવા સ્કુટરને હડફેટમાં લઈ લીધું હતું, અને અકસ્માત સર્જાયો હતો.

કારની ઠોકરના કારણે એક્ટિવા સ્કૂટર ચાલક મુકેશભાઈ અને પાછળ બેઠેલા તેના પત્ની નીતાબેન બંનેને શરીરે નાની મોટી ઈજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ અકસ્માતના બનાવ અંગે સ્મિતાબેને સફેદ કલરની અજાણી કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં કાલાવ ટાઉન પોલીસે તેની અકસ્માત મામલની ભાગી શોધખોળ હાથ ધરી છે.