વડોદરા,ગોરવા મધુનગર બ્રિજ પાસે ચાલતા જતા વૃદ્ધાને મોપેડ ચાલકે ટક્કર મારતા સારવાર દરમિયાન મોત થયું છે. જે અંગે ગોરવા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
હાઇવે પર ગોલ્ડન ચોકડી નજીક હોટલ ક્મફર્ટ ઇનની સામે રોડ ક્રોસ કરતા અજાણ્યા યુવાનને વાહને ટક્કર મારતા ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે અજાણ્યા મૃતકની ઓળખ કરવા માટે તપાસ કરી હતી. પરંતુ, તેની ઓળખ થઇ શકી નહતી. સારવાર દરમિયાન આજે તેનું મોત થયું હતું. જે અંગે હરણી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, ગત ૨૩ મી તારીખે બપોરે ગોરવા જનકપુરીમાં રહેતા શાંતાબેન ડાહ્યાભાઇ વણકર ( ઉં.વ.૭૫) તેમના ભાઇની દીકરી ભાવનાબેન મકવાણાને મળવા માટે નવાયાર્ડ નવી રામવાડીમાં ગયા હતા. ત્યાંથી તેઓ ચાલતા પરત આવતા હતા. તે દરમિયાન ગોરવા મધુનગર બ્રિજ નજીક એક મોપેડ ચાલકે તેઓને ટક્કર મારતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. મોપેડ ચાલકને પણ ઇજા થતા બંનેને સારવાર માટે ગોત્રી હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શાંતાબેનને ત્યંાથી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું.


