Gujarat

જામનગર જિલ્લામાં મેઘરાજાનો વિરામ : એકમાત્ર જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો

By GS TEAM
3 Jul 20251 min read
TukuTouch Logo
જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન મેઘરાજા વિરામ રાખ્યો છે. આજે પણ શહેર અને જિલ્લામાં વરસાદી વાતાવરણ બનેલું છે, પરંતુ મેઘરાજાએ પધરામણી કરી નથી. એકમાત્ર જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં મેઘરાજાનો વિરામ : એકમાત્ર જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો

Jamnagar Monsoon Update : જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન મેઘરાજા વિરામ રાખ્યો છે. આજે પણ શહેર અને જિલ્લામાં વરસાદી વાતાવરણ બનેલું છે, પરંતુ મેઘરાજાએ પધરામણી કરી નથી. એકમાત્ર જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે.

 જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર જામજોધપુર ટાઉનમાં છેલ્લા 24 કલાક દરમિયાન આઠ મી.મી. વરસાદ નોંધાયો હતો, જયારે જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં 12 મી.મી., ઉપરાંત લાલપુરના હરીપર ગામમાં 10 મી.મી. તથા પરડવા ગામમાં પાંચ મી.મી. વરસાદ નોંધાયો છે. બાકી અન્ય તમામ સ્થળોએ મેઘરાજાએ વીરામ રાખ્યો છે.