Get The App

ગુજરાતમાં મેઘમહેર: સરેરાશ 64 ટકા વરસાદ, 82 ટકા વાવણી પૂર્ણ, 51 ડેમ હાઈ ઍલર્ટ પર

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં મેઘમહેર: સરેરાશ 64 ટકા વરસાદ, 82 ટકા વાવણી પૂર્ણ, 51 ડેમ હાઈ ઍલર્ટ પર 1 - image


Monsoon in Gujarat: ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં સરેરાશ 22 ઈંચ સાથે 64 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અત્યારસુધીના નોંધપાત્ર વરસાદને પગલે ખેતી પણ ખીલી ઊઠી છે. અત્યારસુધી 82 ટકા વિસ્તારમાં વાવણી પૂર્ણ થઈ છે. જેમાં મગફળી, સોયાબીનમાં 100 ટકાથી વધુ વાવણી થઈ ચૂકી છે. આ ઉપરાંત 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 69 ટકા છે, જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં સરેરાશ 78 ટકા જળસ્તર છે.

સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 55.43 ટકા વરસાદ નોંધાયો 

મળતી માહિતી અનુસાર, હાલ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ 68 ટકા અને સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 55.43 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ 60 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ડાંગમાં 54 ઈંચ, નવસારીમાં 46.71 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાલુકા કે જ્યાં સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો હોય તેમાં સાબરકાંઠાના ખેડબ્રહ્મા-વડાલી, બનાસકાંઠાના વડગામ, પાલનપુર,દાંતિવાડા,દાંતા, ખેડાના નડિયાદ, જામનગરના જોડિયા, બોટાડના ગઢડા, ભાવનગરના સિહોર,ઉમરાળા, વલ્લભીપુરનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં મેઘમહેર: સરેરાશ 64 ટકા વરસાદ, 82 ટકા વાવણી પૂર્ણ, 51 ડેમ હાઈ ઍલર્ટ પર 2 - image

રાજ્યના 51 જળાશય 90 ટકાથી વધુ ભરાયા

ચોથી ઓગસ્ટ 2025ની સ્થિતિએ 51 જળાશય 90 ટકાથી વધુ ભરાતા હાઈ ઍલર્ટ, 23 ડેમ ઍલર્ટ અને 24 ડેમ વૉર્નિંગ હેઠળ છે. હજુ પણ 25 ટકાથી ઓછું જળસ્તર હોય તેવા 34 જ્યારે 25 ટકાથી 50 ટકા વચ્ચે જળસ્તર હોય તેવા 37 જળાશયો છે.  સરદાર સરોવરનું જળસ્તર વધીને 78 ટકા થઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં 20મી ઓગસ્ટ સુધી નોંધપાત્ર વરસાદની સંભાવના નથી. આ પછી ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ શકે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, 6 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં મેઘમહેર: સરેરાશ 64 ટકા વરસાદ, 82 ટકા વાવણી પૂર્ણ, 51 ડેમ હાઈ ઍલર્ટ પર 3 - image

ગુજરાતમાં મેઘમહેર: સરેરાશ 64 ટકા વરસાદ, 82 ટકા વાવણી પૂર્ણ, 51 ડેમ હાઈ ઍલર્ટ પર 4 - image

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું પોતાના સમયે જૂન મહિનામાં બેસી ગયું હતું અને વરસાદની વકી પ્રમાણે જૂન અને જુલાઈ મહિના ગુજરાત માટે માંગલિક રહ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતનો કુલ સરેરાશ વરસાદ 555 મિ.મી રહ્યો છે. વર્ષ 2020માં ગુજરાતમાં કોરના કાળમાં લોક ડાઉનને કારણે ઓછા પ્રદૂષણ સારા દબાણોને કારણે 1007.6 મિ.મી વરસાદ વરસ્યો હતો. જો કે, સૌથી વધુ 1033 ૧૦૩૩ મિ.મી સાથે 2022ના વર્ષમાં વરસ્યો હતો.

Tags :