Gujarat

વડોદરા ચોમાસુ શરૂ થઈ ગયું, પણ રૂપારેલ કાંસની સફાઈની કામગીરી હજી અધૂરી

By GS TEAM
18 Jun 20251 min read
TukuTouch Logo
ઘાઘરેટીયાના લોકોને આ કાંસમાં પાણીનો નિકાલ નહીં કારણે મુશ્કેલી

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા ચોમાસુ શરૂ થઈ ગયું, પણ રૂપારેલ કાંસની સફાઈની કામગીરી હજી અધૂરી

Vadodara Corporation : વડોદરા શહેરમાં વરસાદી પાણીના નિકાલ કરવા માટેના ત્રણ મોટા કુદરતી વરસાદી કાંસ છે, જે પૈકી પૂર્વ વિસ્તારમાં રૂપારેલ કાંસ આવેલો છે, જેની સફાઈ હજી પૂરી થઈ નથી, અને કામગીરી બાકી છે. બીજી બાજુ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, એટલે બાકી કામગીરી પણ ઝડપથી કરવા માગણી કરવામાં આવી છે.

ઘાઘરેટીયા વિસ્તાર બાજુથી આવતો આ વરસાદી કાંસ ઘાઘરેટીયા રેલવે ગરનાળામાથી નીકળીને આગળ જાય છે. આ કાંસમાં હજુ સફાઈ બાકી હોવાથી પાણી ઓવરફ્લો થઈને પાણી બહાર આવી જાય છે અને ગરનાળામાં પણ ભરાઈ જાય છે. સ્થાનિક રહીશોએ કહ્યું હતું કે અમારા ઘાઘરેટીયા વિસ્તારના લોકોને ગરનાળામાં ભરાયેલા પાણી વચ્ચેથી પસાર થવું પડે છે. ઘણી વખત પાણી વધુ હોય તો ઉપર ચડીને રેલ્વે ટ્રેક ક્રોસ કરવાનું જોખમ લેવું પડે છે. વિસ્તારના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ ચોમાસામાં પાણી ખૂબ આવે ત્યારે જળબંબાકારની પરિસ્થિતિમાં લોકોને વધુ વેઠવું ના પડે તે માટે જલ્દી અધૂરી સફાઈ પૂરી કરી પાણી ઝડપથી નીકળી જાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ.