Get The App

ખાનગી વ્યક્તિને પાસવર્ડ-આઇડી આપી દઇને MSP ના રજિસ્ટ્રેશન માટે ખેડૂતો પાસે રૃપિયા પડાવી લેવાય છે

Updated: Oct 29th, 2025

GS TEAM

Google News
Google News
ખાનગી વ્યક્તિને પાસવર્ડ-આઇડી આપી દઇને  MSP ના રજિસ્ટ્રેશન માટે ખેડૂતો પાસે રૃપિયા પડાવી લેવાય છે 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લાના કેટલાક ગામોમાં  ટેકાના ભાવના રજિસ્ટ્રેશન માટે ખાનગી વ્યક્તિઓને આઇડી પાસવર્ડ આપી દેવામાં આવતો હોવાથી ખેડૂતો પાસે રૃપિયા પડાવી લેવામાં આવતા હોવાની બૂમો ઉઠી છે.

સરકાર દ્વારા ટેકાના ભાવે અનાજની ખરીદી કરવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત છે.જે માટે કેટલીક ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા આ કામ કરવામાં આવતું હોય છે.રજિસ્ટ્રેશન માટે આવા ઓપરેટરોને પાસવર્ડ-આઇડી આપવામાં આવે છે.

ટેકાના ભાવે સરકારને પાક આપવા માંગતા હોય તેવા ખેડૂતોએ ૭-૧૨,૮અ, આધાર કાર્ડ,તલાટીનો દાખલો અને બેન્ક પાસબુક જેવા પુરાવા આપવા પડતા હોયછે.આ રજિસ્ટ્રેશન માટે કોઇ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.

પરંતુ વડોદરા જિલ્લાના કેટલાક ગામોમાં ખાનગી વ્યક્તિને પાસવર્ડ અને આઇડી આપી દેવામાં આવ્યા હોવાને કારણે રજિસ્ટ્રેશન કરવા આવતા ખેડૂતો પાસે પાક દીઠ રૃ.૨૦૦ જેટલી રકમ પડાવી લેવામાં આવતી હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.જેથી જે ખેડૂતોને એક થીવધુ પાકની નોંધણી કરાવવાની હોય તેમને વધુ મુશ્કેલી પડતી હોય છે.ખેડૂતોને લાઇનમાં ઉભા રહીને રૃપિયા ચૂકવવા પડતા હોવાથી નારાજગી વ્યક્ત થઇ છે અને આવા કેસોની તપાસ કરી પગલાં લેવાની માંગણી થઇ છે.

જે ગામમાં મંડળીઓ નથી ત્યાંના ખેડૂતોને ખાતર માટે મુશ્કેલી

ખેડૂતોેન ખાતર મળી રહે તે માટે ગામની મંડળીઓમાં ખાતરનો પુરવઠો મોકલવામાં આવતો હોય છે.પરંતુ વડોદરા જિલ્લાના કેટલાક ગામો એવા છે જ્યાં મંડળીઓ જ નથી.જેને કારણે આવા ગામના ખેડૂતોને દૂરના ગામોમાં ખાતર માટે જવું પડે છે અને ત્યાં લાઇનોમાં પણ ઉભું રહેવું પડે છે.ખેડૂતો દ્વારા આવા ગામોમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગણી કરવામાં આવી છે.

Tags :