Gujarat

વાઘોડિયા રોડના એપાર્ટમેન્ટના એસોસિએશનના હોદ્દેદારો દ્વારા નાણાંની ઉચાપત

By GS TEAM
4 Oct 20251 min read
વાઘોડિયા રોડના   એપાર્ટમેન્ટના એસોસિએશનના  હોદ્દેદારો દ્વારા નાણાંની ઉચાપત

 વડોદરા,વાઘોડિયા રોડ વૈકુંઠ ચાર રસ્તા પાસે આવેલા એપાર્ટમેન્ટના એસોસિએશનના હોદ્દેદારો દ્વારા મેન્ટેનન્સના રૃપિયા ઉઘરાવી   ઉચાપત કરવામાં  આવી હોવાની ફરિયાદ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વાઘોડિયા રોડ વૈકુંઠ ચાર રસ્તા પાસે રૃદ્રાક્ષ એલિગન્સમાં રહેતા ભારતીબેને ફ્લેટના એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ખજાનચી અને કમિટી સભ્યો સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે,હોદ્દેદારોએ જાન્યુઆરી ૨૦૨૨ થી ડિસેમ્બર ૨૦૨૩ દરમિયાન મેન્ટેનન્સ તરીકે રૃપિયા ઉઘરાવ્યા હતા. મેં હિસાબ માંગતા હાથેથી લખીને બતાવ્યો હતો. તેમાં પણ ભૂલ હતી. તેઓએ રૃપિયાની ઉચાપત કરી  હતી. આ અંગે કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે પોલીસ ફરિયાદનો હુકમ કરતા બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.  જેમાં આરોપી તરીકે  રૃદ્રાક્ષ એલિગન્સના રહીશો (૧) અક્ષય મહેન્દ્રભાઇ નીકુંભ (૨) ઇશ્વરભાઇ કાળોતરા (૩) ભાવેશ જીતેન્દ્રભાઇ શાહ (૪) સંજય ચૌહાણ (૫)  જ્યોતિષભાઇ તડવી (૬) પાર્થ ખાંટ (૭) દત્તાત્રેય જોશી તથા (૮) ધુ્રવ સોની ને દર્શાવવામાં આવ્યા છે.