Get The App

વરણામા-ઇટોલા રેલવે બ્રિજનું આધુનિકીકરણ પૂર્ણ : સ્ટીલ ગર્ડરની જગ્યાએ PSC સ્લેબ સ્થાપિત કરાયા

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
વરણામા-ઇટોલા રેલવે બ્રિજનું આધુનિકીકરણ પૂર્ણ  : સ્ટીલ ગર્ડરની જગ્યાએ PSC સ્લેબ સ્થાપિત કરાયા 1 - image

Western Railway : પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા સુરત-વડોદરા રેલવે ખંડમાં આવેલા વરણામા અને ઇટોલા સ્ટેશનો વચ્ચેના બ્રિજ નંબર 567 (અપ અને ડાઉન લાઇન) પર સ્ટીલ ગર્ડરની જગ્યાએ પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રીટ (PSC) સ્લેબ સ્થાપિત કરવાની મહત્વપૂર્ણ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. 

ત્રણ સ્પાન ધરાવતા (દરેક 12.2 મીટર) આ બ્રિજ પર PSC સ્લેબ બેસાડવા માટે 500 ટન અને 450 ટન ક્ષમતાવાળી બે હાઇ-કેપેસિટી ક્રેનોને એકસાથે અલગ-અલગ સ્પાન પર કાર્યરત કરવામાં આવી હતી. 

જૂના સ્ટીલ ગર્ડરની જગ્યાએ PSC સ્લેબ સ્થાપિત થતાં બ્રિજની માળખાકીય મજબૂતાઈ અને ટકાઉપણામાં નોંધપાત્ર વધારો થશે.