Gujarat

ધ્રાંગધ્રાની ખાનગી કંપનીમાં ભીષણ આગની મોકડ્રિલ

By GS TEAM
24 Mar 20261 min read
ધ્રાંગધ્રાની ખાનગી કંપનીમાં ભીષણ આગની મોકડ્રિલ

ધ્રાંગધ્રાધ્રાંગધ્રાની ખાનગી કંપનીમાં સોમવારે અચાનક આગ લાગવાની ઘટના અંગે એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના પાછળના ભાગે લાગેલી આ કાલ્પનિક આગે વિકરાળ સ્વરૃપ ધારણ કરતા નગરપાલિકાના ફાયર ફાઈટર, આર્મીની બચાવ ટીમ અને ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સંયુક્ત કામગીરી દ્વારા માત્ર ૧૭ મિનિટમાં જ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. આ કવાયત દરમિયાન મામલતદાર, સ્થાનિક પોલીસ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.