Jamnagar Police : જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી 15 જેટલા આસામીઓના ગુમ થયેલા મોબાઈલ ફોન પોલીસે શોધી કાઢ્યા હતા, અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં તમામ મૂળ માલિકને બોલાવી લઈ પરત અપાયા છે.
જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારોમાંથી 15 અરજદારોના મોબાઇલ ખોવાયાની પોલીસ ફરિયાદ બાદ પોલીસ દ્વારા ટેકનિકલ શોર્સીસ તથા સીઇઆઈઆર એપ્લિકેશનના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં ગુમ થયેલા 15 પંદર મોબાઈલ શોધી કાઢયા હતા.
જેમાંથી 1 મોબાઈલ ધાનપુર તથા 1 ગાંધીધામ (જિ.કચ્છ) તેમજ અન્ય મોબાઇલ જામનગર જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનોના વિસ્તારોમાંથી મળી આવ્યા હતા. જેથી મોબાઈલ ફોનના મુળ માલિકોને મોબાઈલ મળ્યા અંગેની જાણ કરી તેઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી રૂ.2 લાખ 47 હજારની કિંમતના 15 મોબાઈલ ફોન તેના મુળ માલીકને પરત આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી.


