જામનગરના શાકમાર્કેટ વિસ્તારમાં ખરીદી અર્થે ગયેલા બે યુવાનોના મોબાઈલ ફોન ચોરી
image : Freepik
Jamnagar Mobile Theft : જામનગરમાં શાક માર્કેટ વિસ્તારમાં શાકભાજી સહિતની ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે ગયેલા બે યુવાનોના મોબાઈલ ફોન ગીરદીનો લાભ લઇ કોઈ તસ્કરો ચોરી કરી ગયા હોવાથી સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા કાદરભાઈ મેમણે પોતાના ખીસ્સામાંથી રૂપિયા 12 હજારની કિંમતનો મોબાઇલ ફોન કોઈ તસ્કર ચોરી કરી લઈ ગયાનું સિટી એ.ડિવિઝન પોલીસ મથકમાં જાહેર કર્યું છે.
આ ઉપરાંત દિનેશભાઈ નામના અન્ય એક વ્યક્તિએ પણ પોતાના ખીસ્સામાંથી રૂપિયા 13,000ની કિંમતનો મોબાઇલ ફોન કોઈ તસકર ચોરી કરી લઈ ગયાનું પોલીસમાં જાહેર કર્યું છે. સીટી એ ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.