જામનગરમાં રાજપૂત સમાજની બોર્ડિંગમાં રહેતા વિદ્યાર્થીનો મોબાઇલ ફોન ચોરાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Theft Case : જામનગરમાં રાજપૂત સમાજમાં છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા મૂળ કલ્યાણપુરના એક વિદ્યાર્થીનો મોબાઇલ ફોન ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. જ્યારે બેડથી જામનગર ફિલ્મ જોવા માટે આવેલા એક યુવાનનું સિનેમા ગૃહની બહારથી બાઇક ચોરી થઈ ગયું છે.
મૂળ કલ્યાણપુર તાલુકાના ગાગા ગામના વતની અને હાલ જામનગરમાં રાજપૂત સમાજની બોર્ડિંગમાં રહીને અભ્યાસ કરતા હરપાલસિંહ મદારસંગ વાઢેર નામન વિદ્યાર્થી યુવાન કે જેનો રૂપિયા 15,000ની કિંમતનો મોબાઇલ ફોન રાજપૂત સમાજના ગૅઈટ પાસેથી કોઈ તસ્કર ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
જામનગર નજીક બેડમાં રહેતો હિરેન વીરજીભાઈ પરમાર નામનો યુવાન પોતાનું બાઈક લઈને જામનગરમાં મેહુલ સિનેમા ગૃહમાં ફિલ્મ નિહાળવા માટે આવ્યો હતો, અને પોતાનું બાઈક સિનેમા ગ્રહની બહાર પાર્ક કર્યું હતું, જ્યાંથી કોઈ તસ્કરો બાઈકની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.









