Get The App

ગુજરાતની આ જેલની મહિલા બેરેકમાંથી મળ્યો ચોંકાવનારો સામાન, હાઈસિક્યોરિટી ઝોનમાં સિક્રેટ ઓપરેશન

Updated: Oct 20th, 2024

GS TEAM

Google News
Google News
ગુજરાતની આ જેલની મહિલા બેરેકમાંથી મળ્યો ચોંકાવનારો સામાન, હાઈસિક્યોરિટી ઝોનમાં સિક્રેટ ઓપરેશન 1 - image

Bhuj Palara Jail Case : કચ્છ-ભુજની પાલારા જેલ ખાતે ગઈ કાલે (19 ઑક્ટોબર) રાત્રે 11:15 વાગ્યામાં સ્થાનિક ઝડતી સ્ક્વોડ, LCB, SOG સહિતના પોલીસ કાફલાએ સિક્રેટ કમ્બાઈન્ડ ઓપરેશન દરમિયાન મહિલા યાર્ડની બેરેકમાંથી એક એન્ડ્રોઈડ ફોન, રાઉટર, ચાર્જર સહિતના ઈલેક્ટ્રોનિક વસ્તુઓ મળી આવી હતી. 

જેલમાંથી ઉપકરણો મળી આવતા સવાલો ઉઠ્યા

જેલમાંથી મળી આવલા ઈલેક્ટ્રોનિક ઉપકરણોને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. જેમાં આ ઉપકરણો કોણ, ક્યારે અને કઈ રીતે લાવી લાગ્યાં, આ ઉપરાંત તેનાથી કોઈ ગુનાહિત પ્રવૃત્તિને આચરવામાં આવી છે કે નહી તેને લઈને સવાલો થઈ રહ્યા છે.

આ પણ વાંચો : મેઘરાજાનો કહેર યથાવત્, આજે ગુજરાતના 51 તાલુકાને ઘમરોળ્યા, રાજકોટમાં સાડા ચાર અને જૂનાગઢમાં સાડા ત્રણ ઈંચે જળબંબાકાર

સમગ્ર મામલે જેલના જેલર બી.કે. જાખલે જેલ અધિનિયમ સહિતની કલમ હેઠળ અજાણ્યા લોકો સામે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.