Gujarat

સોમનાથમાં પોલીસ પર પથ્થરમારો: ગેરકાયદે ધાર્મિક બાંધકામના ડિમોલિશન સમયે બની ઘટના, સ્થિતિ કાબૂમાં

By GS TEAM
10 Nov 20251 min read
TukuTouch Logo
ગીર સોમનાથમાં સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરાયેલા ધાર્મિક સ્થળની ડિમોલિશનની કામગીરી દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરાયો હોવાની ઘટના સામે આવી છે. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયરગેસના 3 છોડીને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

સોમનાથમાં પોલીસ પર પથ્થરમારો: ગેરકાયદે ધાર્મિક બાંધકામના ડિમોલિશન સમયે બની ઘટના, સ્થિતિ કાબૂમાં

Gir Somnath News : ગીર સોમનાથમાં સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરાયેલા ધાર્મિક સ્થળની ડિમોલિશનની કામગીરી દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરાયો હોવાની ઘટના સામે આવી છે. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયરગેસના 3 છોડીને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. 

મળતી માહિતી મુજબ, ગીર સોમનાથના પ્રભાસપાટણ ખાતે ગેરકાયદે બાંધકામ કરાયેલા ધાર્મિક સ્થળ પરના દબાણને દૂર કરવા માટે તંત્રએ આજે સોમવારે (10 નવેમ્બર) ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. જોકે, આ દરમિયાન મહિલા સહિતના અનેક લોકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું. તેવામાં ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતાં સ્થિતિ બેકાબૂ બની હતી. આ દરમિયાન પોલીસે ટીયરગેસ છોડ્યા અને લાઠીચાર્જ કરીને ટોળાને વિખેર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, હાલ સ્થિતિમાં કાબૂમાં છે અને ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: કડીના ભવપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી: 7 શ્રમિક દટાયા, એકનું મોત બેની હાલત ગંભીર

SPએ જણાવ્યું હતું કે, 'પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારના ગૂડલક સર્કલ પાસે સોમનાથ મંદિર નજીક દુકાનો, મકાનો અને ધાર્મિક સ્થળ પરના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી. કોઈ અફવામાં ન આવે અને ગેરકાયદે પ્રવૃત્તિમાં ન જોડાવવા લોકોને અપીલ.'