Gujarat

અમદાવાદ : કાગડાપીઠમાં યુવતીની છેડતી મામલે મામલો બિચક્યો, આરોપી અને પોલીસ પર હુમલો

By GS TEAM
1 Mar 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં મોડી રાત્રે બાઈક પર આવેલા શખસે એક પરિવારને 'જય શ્રી રામ' બોલવા દબાણ કર્યું હોવાની ઘટના બની હતી. જેમાં આરોપીએ પરિવારની યુવતીની છેડતી કરવાનો પ્રયાસ કરતાં યુવતીએ બૂમો પાડતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. આ પછી આરોપીને દાણીલીમડા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ આરોપી અને પોલીસ પર હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં એક પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે છેડતી અને રાયોટિંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ : કાગડાપીઠમાં યુવતીની છેડતી મામલે મામલો બિચક્યો, આરોપી અને પોલીસ પર હુમલો

Ahmedabad News : અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં મોડી રાત્રે બાઈક પર આવેલા શખસે એક પરિવારને 'જય શ્રી રામ' બોલવા દબાણ કર્યું હોવાની ઘટના બની હતી. જેમાં આરોપીએ પરિવારની યુવતીની છેડતી કરવાનો પ્રયાસ કરતાં યુવતીએ બૂમો પાડતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. આ પછી આરોપીને દાણીલીમડા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ આરોપી અને પોલીસ પર હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં એક પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે છેડતી અને રાયોટિંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કાગડાપીઠમાં યુવતીની છેડતી મામલે મામલો બિચક્યો

મળતી માહિતી મુજબ, અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં આવેલા ઝુડિયો પાસે મોડી રાત્રે એક પરિવાર પસાર થઈ રહ્યો હતો, ત્યારે રાજદીપ નામના એક યુવકે પરિવારને રસ્તામાં રોકીને 'જય શ્રી રામ' બોલવા દબાણ કરતાં પરિવાર આગળ ચાલી નીકળ્યો હતો અને પરિચિતોને આ મામલે જાણ કરતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. 

ટોળાએ આરોપીને માર મારતા-મારતા પોલીસ સ્ટેશન તરફ લઈ જતી વખતે પોલીસની ગાડી ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ત્યારબાદ પોલીસે આરોપીને વેનમાં બેસાડ્યો હતો. જો કે, રોષે ભરાયેલા લોકોએ પોલીસ વેનમાં પણ આરોપી પર હાથ સાફ કર્યો હતો. 

આ પણ વાંચો: અમદાવાદમાં ફ્લેટમાં ચાલતા વિદેશી પ્રાણીઓના ગેરકાયદે બ્રીડિંગનો પર્દાફાશ, લાખોની કિંમતના દુર્લભ જીવો જપ્ત

દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે આરોપીને લઈને પોલીસ પહોંચે એ પહેલા 70થી વધુ લોકોનું ટોળુ પોલીસ સ્ટેશન ભેગુ થઈ ગયું હતું. ટોળાએ પોલીસની ગાડીને ઘેરીને આરોપી યુવકને મારવાની કોશિશ કરી હતી. આ દરમિયાન એક હોમગાર્ડના જવાનને ઈજા પહોંચી હતી. સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં છેડતી અને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગનો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.