Gujarat

કૃત્રિમ રેસામાંથી પ્રોડક્ટ્સ બનાવતા એકમોનો ઉત્પાદન ખર્ચ ઘટશે અને સ્પર્ધાત્મકતા વધશે

By GS TEAM
13 Nov 20252 mins read
કૃત્રિમ રેસામાંથી પ્રોડક્ટ્સ બનાવતા એકમોનો ઉત્પાદન ખર્ચ ઘટશે અને સ્પર્ધાત્મકતા વધશે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર

ભારત સરકારના રાસાયણિક અને ખાતર મંત્રાલય તથા રાસાયણિક અને પેટ્રોકેમિકલ વિભાગે બારમી નવેમ્બરે નોટિફિકેશન બહાર પાડીને જુદાં જુદાં સંખ્યાબંધ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર એટલે કે ગુણવત્તા નિયંત્રણ આદેશો રદ કરવાની જાહેરાત કરતાં ગુજરાતના માનવ સજત રેસાના સુરત અને અમદાવાદના બિઝનેસને વેગ મળશે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ-ભારતીય માનક બ્યુરો સાથે ચર્ચા વિચારણાં કરીને પછી આ પગલું લેવામાં આવ્યું છે. ભારત સરકારના પ્રસ્તુત નિર્ણયોનો તત્કાળ અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી ઉદ્યોગોને ત્વરિત ફાયદો મળતો થશે.

ભારત સરકારના આ નિર્ણયને પરિણામે ઉદ્યોગ પરનો કોમ્પ્લાયન્સનો બોજો એટલે કે ક્વોલિટી કંટ્રોલ ઓર્ડરનું પાલન કરવાનો બોજો ઘટી જશે. પરિણામે બજારમાં કાચા માલની ઉપલબ્ધતા વધશે અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે. તેમાંય ખાસ કરીને ટેક્સટાઈલ, પ્લાસ્ટિક અને નાના અને મધ્યમ ઉદ્યોગની કંપનીઓની ર્સ્પાત્મકતામાં મજબૂત વધારો થશે. 

ભારત સરકારે ક્વોલિટી કંટ્રોલના ઓર્ડરો રદ કર્યા તે પ્રોડક્ટ્સમાં મેન-મેડ ફાઈબર અને યાર્નનો સમાવેશ થાય છે. આ જ રીતે ટેરેફ્થેલિક એસિડસ ઇથિલિન ગ્લાયકોલ, પોલિએસ્ટર સ્ટેપલ ફાઈબર, પોલિએસ્ટર ઇન્ડસ્ટ્રીયલ યાર્ન, પોલિએસ્ટર કન્ટિન્યુઅસ ફિલામેન્ટ-ફુલ્લી ડ્રોન યાર્ન, પોલિએસ્ટર પાર્ટલી ઓરિયન્ટેડ યાર્ન, ૧૦૦ પરસન્ટ પોલિએસ્ટર સ્પન યાર્ન, ગ્રેે અને વ્હાઈટનો સમાવેશ થાય છે.

તેની સીધી અસર કાચામાલના ભાવ પર પડવાની સંભાવના છે. પોલિએસ્ટર મૂલ્ય શ્રેણી માટે તાત્કાલિક રાહત મળશે. આ જ રીતે વિયેતનામ, બાંગ્લાદેશ અને ચીનની સરખામણીમાં કાચા માલના ખર્ચમાં ઘટાડો આવી જશે. ત્રીજું, ભારતમાંથી તેના પ્રોડક્ટ્સની નિકાસમાં વધારો થશે.

સરકારે પ્લાસ્ટિક અને પોલિમરના ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર રદ કર્યા છે. તેમાં પોલિએથિલિન, મોલ્ડિંગ અને એક્સટ્ઝન ગ્રેડ્સ, પોલિપ્રોપિલિન, મોલ્ડિંગ અને એક્સટ્ઝન ગ્રેડ, એક્રિલો નાઇટ્રાઈલ બ્યુટાડીન સ્ટાયરિન, પોલિવિનાઈલ ક્લોરાઈડ  હોમોપોલિમર, ઇથિલિન વિનાઈલ એસિટેટ કોપોલિમર, પોલિયુરેથેન. પોલિકાર્બોનેટનો સમાવેશ થાય છે. તેની અસરની વાત કરતાં બજારના નિષ્ણાાતો જણાવે છે કે કેન્દ્ર સરકારનું પ્રસ્તુત પગલું સમગ્ર પ્લાસ્ટિક ઉદ્યોગ માટે રાહતરૃપ સાબિત થશે. તેમ જ આયાતમાં આવતા અવરોધ દૂર થશે અને નાના અને મધ્યમ ઉદ્યોગોને સીધો ફાયદો મળશે.

કેન્દ્ર સરકારના પ્રસ્તુત નિર્ણયને પરિણામે સમગ્રતયા ટેક્સટાઈલ અને પ્લાસ્ટિક ઉદ્યોગમાં વ્યાપક ખર્ચ ઘટાડો થશે. અમેરિકન ટેરિફની અનિશ્ચિતતા વચ્ચે નિકાસ ક્ષમતા મજબૂત થશે. સરકારને પણ અત્યારે આ ઉદ્યોગોને સહાય આપવાનો બોજ વહન કરવો પડે છે તે સરકાર પરનો બોજ પણ ઘટશે. ક્વોલિટી કંટ્રોલ ઓર્ડરને કારણે સૌથી વધુ પ્રભાવિત હતા. તદુપરાંત પ્રાદેશિક સ્પર્ધકોની સરખામણીમાં ઇનપુટ ખર્ચ સમાન થશે. ટેક્સટાઈલ, ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ, પેકેજિંગ અને ફૂટવેર જેવા ક્ષેત્રોમાં સપ્લાય ચેઇન સતત રહેશે