Gujarat

વડોદરા જિલ્લામાં ધારાસભ્યોનો હાથ ઉપર રહ્યો, યુટ્યુબરને વારંવાર હોદ્દા મળતાં ઘેરા પ્રત્યાઘાત

By GS TEAM
10 Apr 20261 min read
વડોદરા જિલ્લામાં ધારાસભ્યોનો હાથ ઉપર રહ્યો, યુટ્યુબરને વારંવાર હોદ્દા મળતાં ઘેરા પ્રત્યાઘાત

વડોદરાઃ વડોદરા જિલ્લામાં એક તરફ ટિકિટોની ફાળવણીમાં ધારાસભ્યોનો હાથ ઉપર  રહ્યો હોવાની ચર્ચા છે ત્યારે બીજીતરફ જિલ્લા પંચાયતની પોર બેઠક સૌથી વધુ ચર્ચામાં આવી છે.

વડોદરા તાલુકા પંચાયતની પોર બેઠક પર ચૂંટાયા બાદ તાલુકા પંચાયત પ્રમુખ બનેલી અંકિતા પરમાર રીલ સ્ટાર પણ છે.તેને તાજેતરમાં યુવા ભાજપના પ્રદેશ ઉપપ્રમુખનો હોદ્દો પણ અપાયો હતો.

જિલ્લા પંચાયતની પોર  બેઠક પર હવે   તેને ટિકિટ અપાતાં અનેક કાર્યકરોએ આંચકો અનુભવ્યો છે.એક મહિલા કાર્યકરે તો પક્ષની વિરૃધ્ધ જઇને ફોર્મ ભરવાની ચીમકી આપી છે. કાર્યકરે કહ્યું છે કે એક જ વ્યક્તિને વારંવાર હોદ્દા શા માટે..શંુ બીજાએ પાથરણા  પાથરવાના ?જેને કારણે ભાજપના આગેવાનો ડેમેજ કંટ્રોલ કરવાની તૈયારીમાં પડી ગયા છે.