Get The App

બોગસ લાયસન્સ દ્વારા મોટાપ્રમાણમાં હથિયારોની ખરીદી થયાનો ખુલાસો

હથિયારના બોગસ લાયસન્સનો ઇસ્યુ કરવાનો મામલો

અમદાવાદના એક મોટા રાજકીય વ્યક્તિના અનેક સગાએ નાગાલેન્ડ-મણિપુરના નામે બોગસ લાયસન્સ મેળવ્યાઃ એક ધારાસભ્યના સગાનું નામ ખુલ્યું

Updated: Apr 13th, 2025

GS TEAM


Google News
Google News
બોગસ લાયસન્સ દ્વારા મોટાપ્રમાણમાં હથિયારોની ખરીદી થયાનો ખુલાસો 1 - image

અમદાવાદ,રવિવાર

નાગાલેન્ડ અને મણિપુર રાજ્યના સરકારી વિભાગના નામે હથિયારો માટેનું બોગસ લાયસન્સ ઇસ્યુ કરીને તેના દ્વારા ખુબ મોટાપ્રમાણમાં હથિયારોની ખરીદી કરવાના મામલે તપાસ કરી રહેલી એટીએસની તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રમાં  બોગસ લાયસન્સથી ખુબ મોટા પ્રમાણમાં હથિયાર ખરીદી કરાયાની વિગતો મળી રહી છે. આ ઉપરાંત, અમદાવાદના એક મોટા ગજાના રાજકીય વ્યક્તિના અનેક નજીકના લોકોએ પણ લાયસન્સ મેળવ્યાની સાથે દક્ષિણ ગુજરાતના એક ધારાસભ્યના નજીકના સગાનું નામ  એટીએસને તપાસમાં જાણવા મળ્યું છે.નાગાલેન્ડ અને મણિપુર રાજ્યથી કાયદેસરનું લાયસન્સ ઇસ્યુ કરી આપવાનું કહીને ત્યાંની સરકારના નામે હથિયારના બનાવટી લાયસન્સ ઇસ્યુ કરવાના કેસમાં તપાસ કરી રહેલી એટીએસ તેમજ ગુજરાતના અન્ય શહેરોની સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓને એક પછી એક અનેક ચોંકાવનારી વિગતો મળી રહી છે. 

જેમાં મુખ્ય સાત આરોપીઓ પાસેથી મળેલી વિગતો અને ત્યારબાદ શરૂ કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે સૌરાષ્ટ્ર અને ઝાલાવાડ પંથકમાં આરોપીઓએ બનાવટી લાયસન્સ પર એકથી વધુ હથિયાર ખરીદીને  લાખો રૂપિયામાં વેચાણ કર્યા હતા. એટલુ જ નહી બોગસ લાયસન્સમાં ચેડા કરીને લાયસન્સ પણ મોટી રકમ વસુલીને આપ્યા હતા. આ અનુસંધાનમાં  એટીએસ દ્વારા એક યાદી કરવાની સાથે રાજકોટ, બોટાદ,  સુરેન્દ્રનગર,  પોરંબદર અને ભાવનગર સહિતના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે. બીજી તરફ તપાસમાં એવી વિગતો આવી છે કે અમદાવાદના એક મોટાગજાના રાજકીય વ્યક્તિ સાથે આરોપીઓની મિલિભગત હોવાથી તેમણે અનેક બોગસ લાયસન્સ ઇસ્યુ કરાવ્યા છે.  આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના એક ધારાસભ્યના નજીકના સગાએ પણ હથિયાર મેળવ્યું  હોવાની વિગતો એટીએસની તપાસ ખુલી છે. સાથેસાથે સુરેન્દ્રનગર જિલ્લાના એક અનુભવી રાજકીય વ્યક્તિના અનેક સગાને પણ લાયસન્સ ઇસ્યુ કરાવ્યાની વિગતો સામે આવતા હતા. હવે આ કેસમાં રાજકીય  વળાંક આવતા એટીએસના અધિકારીઓ મુંઝવણમાં મુકાયાનું જાણવા મળ્યું છે.


Tags :