Get The App

વડોદરા શહેર-જિલ્લામાં મિશ્ર ઋતુ : શિયાળામાં ચોમાસુ

Updated: Dec 1st, 2021

GS TEAM

Google News
Google News
વડોદરા શહેર-જિલ્લામાં મિશ્ર ઋતુ : શિયાળામાં ચોમાસુ 1 - image

વડોદરા, તા. 01 ડિસેમ્બર 2021 બુધવાર

વડોદરા શહેર જિલ્લામાં સૂસવાટા મારતા ઠંડા પવનો સાથે વરસાદના છુટાછવાયા ઝાપટાં સવારથી ચાલુ થતાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને લઇ ઠંડીથી બચવા માટે લોકોએ ગરમવસ્ત્રો અને રેન કોટ પહેરવાની ફરજ પડી હતી. 

વાતાવરણમાં શીત લહેર પ્રસરી જતા રાત્રિના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઉત્તર-પૂર્વિય પવનોનું જોર વધતાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે. તો બીજી તરફ વાતાવરણમાં ફરી પલટો આવવાની હવામાન વિભાગે આગાહી કરી હતી.  

વડોદરા શહેર-જિલ્લામાં મિશ્ર ઋતુ : શિયાળામાં ચોમાસુ 2 - image

ફરી માવઠું થવાની આગાહી કરવામાં આવી હતી. પરિણામે આજે વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આ પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોની ચિંતા વધી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજુ ત્રણ દિવસ કમોસમી વરસાદની શક્યતા છે.

ઉત્તર-પૂર્વ દિશાથી 4 કિ.મીની ગતિએ પવનો ફૂંકાતા આગામી દિવસમાં હજુ ઠંડીનું જોર વધશે. મહત્તમ તાપમાનમાં પણ તબક્કાવાર ઘટાડો જોવા મળશે. સુસવાટા મારતા પવન સાથે ઠંડીનો માહોલ જામતા રાત્રીના સુમારે લોકો તાપણાનો આસરો લઇ રહ્યા છે. જ્યારે કેટલાક લોકો ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. 

વડોદરા શહેર-જિલ્લામાં મિશ્ર ઋતુ : શિયાળામાં ચોમાસુ 3 - image