Ss
હેમંત ગાંધી ૨ કોલમ...ક્રાઇમ
વડોદરાઃ શહેરના ગોરવા વિસ્તારમાં બે દિવસ પહેલાં મળેલા પૌઢના મૃતદેહને ઓળખવામાં પોલીસને સફળતા મળી છે.જેને ઓળખનાર માતાની કરુણ કથની કઠણ કાળજાને કંપાવી મૂકે તેવી છે.
ગોરવાના દશામા મંદિર પાસે ગઇ તા.૮મીએ મોડી સાંજે પોલીસને એક પૌઢનો મૃતદેહ મળ્યો હતો.જેથી તેનું પોસ્ટમોર્ટમ કરાવતાં ખિસ્સામાંથી ડાયરી મળી હતી અને તેના પરથી પોલીસને મરનારનું નામ શૈલેન્દ્ર રમેશભાઇ પંચાલ (અણમોલ નગર, ગોરવા) હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસ તેના પરિવારજનોની તપાસ માટે પહોંચી ત્યારે મૃતકની માતા ધર્મિષ્ઠાબેન પંચાલે પુત્રને ઓળખી બતાવ્યો હતો.મરનાર શૈલેન્દ્ર ૨૦ વર્ષ પહેલાં એપોલો કંપનીમાં નોકરી પર ગયા બાદ પરત ફર્યો નહતો.જેથી માતા અને ભાઇ ઉપેન્દ્ર લાંબા સમયથી તપાસ કરતા હતા.દરમિયાનમાં કોવિડ દરમિયાન ઉપેન્દ્રનું પણ મોત નીપજ્યું હતું.બીજો પુત્ર લાંબા સમયે મળ્યો અને તે પણ મૃત અવસ્થામાં મળતાં માતા પર આભ તૂટી પડયું હતું.


