Get The App

ડભોઇ તાલુકાના થુવાવી ગામેથી યુવાન ગુમ થયાની ફરિયાદ

Updated: Oct 12th, 2024

GS TEAM


Google News
Google News
ડભોઇ તાલુકાના થુવાવી ગામેથી યુવાન ગુમ થયાની ફરિયાદ 1 - image


Vadodara : મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર રાજ્યના માળ સાંગવી ગામના યોગેશ કાંઠે ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. તેમણે ડભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે આઠમી તારીખે રાત્રે 3 વાગ્યે તાલુકાના થુવાવી ગામે યુનિટી હોટલ પાસેથી તેમના ગામના અશોક રણસિંગે ઉંમર 35 ગુમ થઈ ગયા છે. શ્યામ વર્ણ ધરાવતા અશોક સફેદ રંગનું શર્ટ અને કાળા રંગનો ચડ્ડો પહેર્યો છે. હિન્દી અને મરાઠી ભાષા જાણતા અશોકના ગળામાં એક બાજુ ત્રિશૂળને બીજી બાજુ મરાઠી ભાષામાં અશોક કોતરાવેલું છે જમણા હાથમાં ટેટુ પર આવેલું છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

Tags :