Get The App

વડોદરામાં GDCRના નિયમોનું ખોટું અર્થઘટન કરી બાંધકામ પરવાનગીમાં વ્હાલા દવલાની નીતિ

- ખોટી રીતે આપેલી બાંધકામ પરવાનગીની તપાસ કરાવવા અને નિયમોમાં સુધારો કરવા આર્કિટેક્ટ એસોસીએશનની રજૂઆત

Updated: Dec 17th, 2021

GS TEAM


Google News
Google News
વડોદરામાં GDCRના નિયમોનું ખોટું અર્થઘટન કરી બાંધકામ પરવાનગીમાં વ્હાલા દવલાની નીતિ 1 - image


વડોદરા, તા. 17 ડિસેમ્બર 2021 શુક્રવાર

ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરાયેલા GDCR- 17 માં રહેલી ભૂલોને કારણે વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ મનસ્વી રીતે અર્થઘટન કરી બાંધકામ પરવાનગી આપવામાં વ્હાલા દવલાની નીતિ અપનાવતા હોય છે. જે અંગે આર્કિટેક્ટ એન્ડ એન્જિનિયર એસોસિએશનના હોદ્દેદારોએ રાજ્યના ચીફ ટાઉન પ્લાનર અને શહેરી વિકાસ વિભાગના સચિવને રજૂઆત કરતા અધિકારીઓએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

વડોદરા આર્કિટેક્ટ અને એન્જિનિયર એસોસિએશન ના પ્રમુખ કિરીટભાઈ પટેલ, સંદીપ શાહ, પરેશ પટેલ સહિત હોદ્દેદારોએ તાજેતરમાં ગાંધીનગર ખાતે રજૂઆત કરતા જણાવ્યું છે કે GDCR  2017માં રહેલી ખામીઓ દૂર કરવા અવાર-નવાર રજૂઆતો કરી છે છતાં કોઈ ઉકેલ આવતો નથી ગુજરાત સરકાર દ્વારા નવા અધિકારીઓ ખામી દૂર કરવાને બદલે પ્રક્રિયાને વધારે પડતી જટિલ કેવી રીતે બનાવવી એમાં વધુ રસ દાખવે છે અને સરકારે બનાવેલી નીતિ નિયમો તેમજ કાયદાઓનું ઉલ્લંઘન કરી સરકારની વિરુદ્ધ જઈ એમની દરેક વ્યક્તિને સફળ બનાવવામાં સફળ થાય છે એટલું જ નહીં વિકાસ પરવાનગી ના પ્રકરણો માં આવે તે રીતે અર્થઘટન કરી અંગત ઇસમોને ફાયદો થાય તે રીતે કામ કરી રહ્યા છે જેની તપાસ કરવી જરૂરી છે. તેઓએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તાર જે અગાઉ જીડીસીઆર ને ધ્યાને લઇ ટેનામેન્ટ પદ્ધતિથી વિકાસ થયો છે તે હાલના પ્રકાશિત GDCR- 17 સાથે કોઈ પણ પ્રકારનો મેળ ખાતો નથી જેના કારણે વડોદરા શહેરમાં ગેરકાયદેસર બાંધકામ નું પ્રમાણ વધતું જાય છે. 

ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત જીડીસીઆર 2017ના આજ દિન સુધી જે કોઈ અધિકારી વુડા ઓફિસમાં ફરજ બજાવવા આવે છે તેઓ દરેક નીતિ-નિયમોને મનફાવે તેવું અર્થઘટન કરી બાંધકામની પરવાનગી કોને આપવી અને કોને નથી આપવી તે અંગે મનસ્વી રીતે કામગીરી કરી રહ્યા છે. 

વડોદરા શહેરમાં ખોટી રીતે અપાતા અને જીડીસીઆરના નિયમોનું ખોટું અર્થઘટન કરી આપેલી બાંધકામ પરવાનગીઓ ની તપાસ કરવી જરૂરી છે એટલું જ નહીં વડોદરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં એર પોલ્યુશન વિસ્તાર જાહેર કર્યો છે. જેમાં નીતિ નિયમો અને કાયદાઓ તથા મળવાપાત્ર 30% ગ્રાઉન્ડ કવરેજમાં જરૂરી સુધારો કરવો જોઈએ જેથી બિનઅધિકૃત બાંધકામ  અટકાવી શકાય તેમ છે.

ઓનલાઇન ડેવલપમેન્ટ પરમીશન સિસ્ટમથી મેળવેલી બાંધકામ પરવાનગીના પ્રકરણ માટે સ્થાનિક કોર્પોરેશન અને વુડાની સિદ્ધાંતિક મંજૂરીના નામે થતી વિલંબની ખામી દૂર કરવી જોઈએ અને ઓનલાઈનમાં મંજૂર નકશાની ચકાસણી નહીં કરી ફક્ત રજૂ કરેલા પુરાવાની ચકાસણી કરવી જોઈએ તેમજ સરકાર દ્વારા 15 મીટર ની ઉંચાઈ સુધીના વિકાસ પરવાનગી માટે કરેલા પરિપત્રમાં ફેર વિચારણા કરી ઓનલાઈન તથા ઓફલાઈન બંને પ્રક્રિયા કાર્યરત કરવામાં આવે તો જરૂરી છે. 

બાંધકામ પરવાનગીમાં જીડીસીઆરના નિયમમાં પ્રીમિયમ એફ એસ આઈ માટે બીજ એફ.એસ.આઇ અંગે વિસંગતતા ન ઉભી થતી હોય સુધારો કરવા જરૂરી છે. જેથી વડોદરા શહેર અને વુડા વિસ્તારમાં યોગ્ય લાભ મળી શકે તેમ છે. 

વુડા કચેરીમાં ટી.પી સ્કીમનું આયોજન પહેલાં અને પછી વિકાસ પરવાનગી મેળવી સ્થળ પર બાંધકામ શરૂ કર્યું હોય તેવા કિસ્સામાં નવીકરણની ખોટી પદ્ધતિ બંધ કરી ગુજરાતના અન્ય શહેરોમાં જે પદ્ધતિ હાલમાં કાર્યરત છે. તે પ્રમાણે વડોદરામાં અમલ કરવામાં આવે તે જરૂરી છે.

Tags :