SSGના સાયકિયાટ્રિક વિભાગના એસો. પ્રોફેસર લગ્નનું વચન આપી ફરી ગયા, દુષ્કર્મની ફરિયાદ
Vadodara SSH Hospital : વડોદરાની સયાજી સિવિલ હોસ્પિટલને લાલચંદ લગાવતો એક બનાવ બન્યો છે. જેમાં સાઇકિયાટ્રિક વિભાગના 54 વર્ષીય એસોસિયેટ પ્રોફેસર ડોક્ટર ચિરાગ બારોટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.
બનાવની પ્રાથમિક વિગતો મુજબ, સાઈકિયાટ્રીક વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. ચિરાગ બારોટ (ગોકુલધામ સોસાયટી,વિદ્યાવિહાર સ્કૂલ પાસે સુભાનપુરા) સામે 43 વર્ષીય હોમિયોપેથિક મહિલાએ ફરિયાદ નોંધાવી છે.
પોલીસના કહેવા મુજબ, વર્ષ 2008માં એક કોર્સના લેક્ચર દરમિયાન પીડીતાને ડો. ચિરાગ બારોટ સાથે પરિચય થયો હતો અને મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે વાતો થતી હતી અને વર્ષ 2010માં મહિલાના ડીવોસૅ થયા હતા.
પીડીતા અને ચિરાગ બારોટ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ શારીરિક સંબંધો પણ બંધાયા હતા. જે દરમિયાન બે સંતાનના પિતા ચિરાગ બારોટે પોતે પણ ડીવોર્સ લઈને લગ્ન કરશે તેવી બાહેધરી આપી હતી. આ દરમિયાન વારંવાર મહિલાને બહાર લઈ જતો હતો અને શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. ચિરાગ બારોટએ મહિલાને ખોટા વાયદા કરી લગ્ન નહીં કરતા આખરે તેણે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ચિરાગ બારોટ સામે નોંધી તપાસ હાથ ધરી છે.