Get The App

સોશિયલ મીડિયા પર સગીર વિદ્યાર્થિનીને ફસાવી, પરપ્રાંતીય યુવકે મારમારી બળાત્કાર ગુજાર્યો

Updated: Oct 11th, 2025

GS TEAM

Google News
Google News
સોશિયલ મીડિયા પર સગીર વિદ્યાર્થિનીને ફસાવી, પરપ્રાંતીય યુવકે મારમારી બળાત્કાર ગુજાર્યો 1 - image


વડોદરાના અકોટા વિસ્તારમાં સગીર વિદ્યાર્થીનીને સોશિયલ મીડિયાના માધ્યમથી ફસાવ્યા બાદ બળાત્કાર ગુજારનાર ઉપર પ્રાંતીયને પોલીસે ઝડપી પાડ્યો છે.

પોલીસના જણાવવા પ્રમાણે, સગીર વયની વિદ્યાર્થીની બે મહિના પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી એક અજાણ્યા યુવકના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે ચેટિંગ થયા બાદ પ્રેમાલાપ શરૂ થયો હતો. 

વિદ્યાર્થીનીને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યા બાદ પરપ્રાંતીય યુવકે તેને મળવાનું શરૂ કર્યું હતું અને દિવાળીપુરા ખાતે પોતે રહેતો હતો તે મકાનમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. થોડા દિવસો પહેલા પણ આવી જ રીતે તેણે સગીરાને પોતાને ઘેર લઈ જઈ માર માર્યો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો.

જેથી અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે વડોદરામાં ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતા સૌરભ ઓમકાર પંડિત (અનંત પાર્ક સોસાયટી, દિવાળીપુરા, વડોદરા મુળ બનારસ, યુપી)ને ઝડપી પાડ્યો છે.

Tags :