Gujarat

મમ્મી પાસે 10 રૃપિયા લઇ પફ લેવા નીકળેલી સગીરાનો 15 દિવસથી પત્તો નથી

By GS TEAM
29 Oct 20251 min read
મમ્મી પાસે 10 રૃપિયા લઇ પફ લેવા નીકળેલી સગીરાનો 15 દિવસથી પત્તો નથી

વડોદરાઃ જૂના પાદરા રોડ વિસ્તારમાં ગૂમ થયેલી સગીરાનો પંદર દિવસથી પત્તો નહિ લાગતાં પોલીસે ટીમો બનાવી તપાસ શરૃ કરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,૧૭ વર્ષીય સગીરા ગઇ તા.૧૨મીએ બપોરે પફ લેવા માટે માતા પાસેથી રૃ.૧૦ લઇને નીકળી હતી અને ત્યારબાદ તેનો કોઇ પત્તો નથી.

સગીરાના પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ પોલીસને જાણ કરતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી  સીસીટીવી ફૂટેજ તેમજ તેની પરિચિત વ્યક્તિઓ મારફતે શોધખોળ હાથ ધરી છે.