Get The App

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ: મોરબીના શખ્સ સામે ફરિયાદ: મદદગારીમાં બે ના નામ ખુલ્યા

Updated: Oct 10th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ: મોરબીના શખ્સ સામે ફરિયાદ: મદદગારીમાં બે ના નામ ખુલ્યા 1 - image


જામનગરના ગુલાબ નગર વિસ્તારમાંથી તાજેતરમાં એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું, જેને ઉઠાવી જવા અંગે મોરબીમાં રહેતા મોહિતગીરી હરેશગીરી ગોસ્વામી નામના શખ્સ સામે સગીરાની માતા દ્વારા સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

પોલીસ ફરિયાદમાં સગીરાને ઉઠાવી જવામાં મદદગારી કરવા અંગે મોહિતના પિતા હરેશગીરી ગોસ્વામી ઉપરાંત કોઈ ગુલાબગીરી ગોસ્વામીએ પણ મદદ કરી હોવાથી તેઓ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પી એસ આઇ એમ વી મોઢવાડિયા સમગ્ર મામલામાં તપાસ ચલાવી રહ્યા છે.

Tags :