વડતાલ પંથકની સગીરા પર જોળના શખ્સનું દુષ્કર્મ
- પોક્સોનો ગુનો દાખલ કરી વધુ તપાસ
- સગીરાને ફોસલાવી 3 દિવસ ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો
નડિયાદ : વડતાલ પંથકની સગીરાને જોળ ગામના શખ્સે ત્રણ દિવસ ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે સગીરાને પરિવારજનોને સોંપી વડતાલ પોલીસે પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
વડતાલ પંથકના એક ગામની ૧૭ વર્ષના આસરાની સગીરાને જોળ ગામમાં રહેતો મિતુલ પુનમભાઈ પરમાર લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી તા.૨૯/૬/૨૫ ની રાત્રે ફોસલાવી પટાવી ભગાડી ગયો હતો. શખ્સે ત્રણ દિવસ ગોંધી રાખી સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતું.
આ બનાવ અંગે સગીરાના ભાઈએ વડતાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સગીરાને શોધી કાઢી તેના પરિવારજનોને સોપવામાં આવી હતી.