Gujarat

નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીના અપહરણના પ્રયાસના બનાવમાં સગીર છોકરી પકડાઇ

By GS TEAM
3 Dec 20251 min read
નર્સિંગ કોલેજની  વિદ્યાર્થિનીના અપહરણના પ્રયાસના બનાવમાં સગીર છોકરી પકડાઇ

વડોદરાઃ મચ્છીપીઠ વિસ્તારમાં આવેલી નર્સિંગ કોલેજના ગેટ પાસેથી વિદ્યાર્થિનીના અપહરણ કરવાના પ્રયાસ અંગે પોલીસે બે યુવકની ધરપકડ કર્યા બાદ સગીર છોકરીની પણ અટકાયત કરી છે.

કોલેજના ગેટ પાસેથી  પસાર થતી વિદ્યાર્થિની પાસે એક છોકરી આવી હતી અને તેનો મોબાઇલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કરી ઝપાઝપી કરી હતી.આ છોકરીએ યુવતીને જબરદસ્તી સ્કૂટર પર બેઠેલા યુવક સુધી ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ વિદ્યાર્થિનીએ બૂમો પાડતાં સ્કૂટર સવાર યુવક અને છોકરી ભાગી ગયા હતા.

આ બનાવમાં કારેલીબાગ પોલીસે વિદ્યાર્થિનીને  પજવવા માટે પાછળ પડેલા અને તેના અપહરણનું નાટક કરાવનાર સાવલીના પિલોલ ગામના જૈમિન મનોજભાઇ પરમાર અને સ્કૂટર લઇ અપહરણ માટે આવેલા તેના સબંધી જૈમિન સંજયભાઇ પરમાર(ઉમા બેન્ક સામે,જ્યુપીટર ચોકડી,જીઆઇડીસી)ની ધરપકડ કરી રિમાન્ડ પણ લીધા હતા.