Gujarat

નિઝામપુરાના સમાજ સુરક્ષાના સંકુલમાંથી કોટ કૂદીને સગીર ફરીથી ભાગી છૂટયો

By GS TEAM
13 Sep 20251 min read
નિઝામપુરાના  સમાજ સુરક્ષાના સંકુલમાંથી કોટ કૂદીને સગીર ફરીથી ભાગી છૂટયો

વડોદરાઃ નિઝામપુરાના સમાજ સુરક્ષા સંકુલમાં રખાયેલો સગીર ફરીથી કોટ કૂદીને ફરાર થઇ જતાં ફતેગંજ પોલીસને જાણ કરવામાં આવી છે.

પોલીસના કહ્યા પ્રમાણે,સગીરને સુધારણા કાર્યક્રમ હેઠળ રાખવામાં આવ્યો હતો.જે ગઇ તા.૧લી એ  કોટ કૂદીને ભાગ્યો હતો.પરંતુ ગોધરા રેલવે સ્ટેશન  ખાતેથી મળી આવતાં તેને પરત લાવવામાં આવ્યો હતો.

ગઇ તા.૮મીએ રાતે જમવાના સમયે બાળકોની ગણતરી કરતાં સગીર દેખાયો નહતો.જેથી સીસીટીવી ફૂટેજ તપાસતાં તે કોટ કૂદીને ભાગતો નજરે પડયો હતો.જેથી ફતેગંજ પોલીસે ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ મારફતે તપાસ શરૃ કરી છે.