Gujarat
ન્યુ વીઆઇપી રોડ પર રોડ ક્રોસ કરતી યુવતીને અડફેટમાં લેનાર સગીરને માર માર્યો
By GS TEAM
18 Aug 20251 min read

વડોદરાઃ ન્યુ વીઆઇપી રોડ પર રોડ ક્રોસ કરતી એક યુવતીને સગીર સ્કૂટર ચાલકે અડફેટમાં લેતાં બંનેને ઇજા થઇ હતી.જે બનાવમાં સામસામે ફરિયાદ નોંધાઇ છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,ખોડિયાર નગર નજીક ગઇરાતે ૧૮ વર્ષીય યુવતી મંદિરે થાળ આપવા જવા રોડ ક્રોસ કરતી હતી ત્યારે સ્કૂટર પર આવી રહેલા રોહને અડફેટમાં લેતાં બંને પડયા હતા અને તેમને ઇજાઓ થઇ હતી.
આ બનાવ અંગે યુવતીના પિતા સતિષ ભાઇએ સ્કૂટર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.જ્યારે સામે પક્ષે સગીરના પિતાએ તેના પુત્રને માર મારવા બદલ ત્રણ જણા સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં સગીર ત્રાહિતનું સ્કૂટર લઇને નીકળ્યો હોવાનું પણ જણાવ્યુંછે.








