VIDEO | સુરેન્દ્રનગર: સાયલામાં 595 કરોડની ખનિજ ચોરી ઝડપાઈ! 33 ડમ્પર અને 13 મશીનો સીઝ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Illegal Mining In Sudamda Sayla : સુરેન્દ્રનગરના થાન, મુળી સહિતના અનેક વિસ્તારોમાં મોટાપાયે ગેરકાયદે ખનન કરાતું હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ખાણ-ખનિજ વિભાગે સાયલા તાલુકાના સુદામડા વિસ્તારમાં સપાટો બોલાવ્યો છે. જેમાં ઘણાં સમયથી ચાલતા બ્લેક ટ્રેપ પથ્થરના ગેરકાયદે કાળોબાર પર ત્રાટકેલા તંત્રએ 5 ખાણોમાં ખોદકામ બાબતે રૂ.595 કરોથી વધુનો દંડ આંકવામાં આવ્યો છે, ત્યારે ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. લીંબડી DySP અને ખનિજ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં 33 ડમ્પર અને 13 મશીનો સીઝ કરવામાં આવ્યા છે.
સાયલાના સુદામડામાં બ્લેક ટ્રેપ પથ્થરની 5 ખાણો ઝડપાઈ
સાયલાના સુદામડા પંથકમાં લાંબા સમયથી બ્લેક ટ્રેપ પથ્થરની ખાણોમાં કોઈ પણ જાતની મંજૂરી વગર ખોદકામ થતું હોવાની બાતમીના આધારે તંત્રએ દરોડા પાડ્યા હતા. જેમાં સુદામડા વિસ્તારમાંથી બ્લેક ટ્રેપ પથ્થરની 5 જેટલી ખાણોમાં ગેરકાયદે ખનનની પ્રવૃત્તિ ચાલતી હતી.
33 ડમ્પર અને 13 મશીનો સીઝ
આ કામગીરી દરમિયાન માત્ર દંડ જ નથી ફટકારાયો, પરંતુ ઘટનાસ્થળેથી ગેરકાયદે ખોદકામ અને પરિવહન માટે વપરાતા 33 ડમ્પરો તેમજ પથ્થરો તોડવા માટેના 13 ભારે મશીનો જપ્ત કરવામાં આવ્યા છે.
15 એપ્રિલ સુધીનો અલ્ટીમેટમ
તંત્રએ ખોદકામ કરનારા તત્ત્વો સામે માત્ર દંડનીય કાર્યવાહી જ નથી કરી, પરંતુ તમામ જવાબદારોને કારણદર્શક નોટિસ(Show Cause Notice) ફટકારી છે. નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે, 'આગામી 15 એપ્રિલના રોજ તમામ જરૂરી આધાર-પુરાવાઓ સાથે રૂબરૂ હાજર રહેવું. જો સંતોષકારક ખુલાસો કે પુરાવા રજૂ નહીં કરવામાં આવે તો તંત્ર દ્વારા વધુ કડક કાનૂની રાહે કાર્યવાહી કરવામાં આવશે.' આમ, તંત્રની કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં દોડધામ મચી ગઈ છે.









