ગોત્રી હોસ્પિટલમાં પહેલી વખત મિનિમલી સ્પાઇન સર્જરી
આંકલાવ તાલુકાની એક મહિલાને કમરની ગાદીની તકલીફ થતા ગોત્રીમાં સારવાર
વડોદરા,આંકલાવ તાલુકાના એક ગામમાં રહેતી મહિલાને કમરની ગાદીની તકલીફ થતા ગોત્રી હોસ્પિટલમાં તેની સ્પાઇન સર્જરી કરવામાં આવી હતી. ગોત્રીમાં આ પહેલી સ્પાઇન સર્જરી કરાઇ છે.
ગોત્રી હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આંકલાવ તાલુકાના નવાખલ ગામે રહેતા ૩૭ વર્ષના તારાબેન સોલંકીને કમરની ગાદીની તકલીફ થતા તેઓ ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં તેઓની સારવાર ચાલી રહી હતી. બે સે.મી.થી પણ ઓછું પંક્ચર કરીને સ્પાઇન સર્જરી કરાઇ હતી. મિનિમલી ઇન્વેસિવ સ્પાઇન સર્જરીના કારણે મહિલાને રિકવરી પણ ઝડપી આવી હતી અને તેઓને ૫ દિવસની સારવાર બાદ રજા આપવામાં આવી છે. ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. અનુપ ચંદાણીએ જણાવ્યું છે કે, આયુષ્યમાન ભારત સ્કીમ હેઠળ સર્જરી કરવામાં આવી હતી.