Gujarat

ટેબલ ટેનિસ,સ્કવોશ કોર્ટ સાથે સાઉથબોપલમાં ૪૧ કરોડના ખર્ચે મિનીસ્પોર્ટસ કોમ્પલેકસ બનાવાશે

By GS TEAM
9 Jul 20251 min read
ટેબલ ટેનિસ,સ્કવોશ કોર્ટ સાથે  સાઉથબોપલમાં ૪૧ કરોડના ખર્ચે મિનીસ્પોર્ટસ કોમ્પલેકસ બનાવાશે

  અમદાવાદ,મંગળવાર,8 જુલાઈ,2025

અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં ટેબલ ટેનિસ, સ્કવોશ કોર્ટ સાથે રુપિયા ૪૧.૯૨ કરોડના ખર્ચે મિનીસ્પોટર્સ કોમ્પલેકસ બનાવાશે.સ્વિમિંગપુલ સહીતની સુવિધા સાથે બે વર્ષના સમયમાં મિની સ્પોર્ટસ કોમ્પલેકસ બનાવાશે.

શહેરના દરેક ઝોનમાં મિની સ્પોર્ટસ કોમ્પલેકસ બનાવવા નિર્ણય કરાયો હતો.સાઉથ બોપલ વિસ્તારમાં મેરી ગોલ્ડ ફલેટની બાજુમાં ટી.પી.સ્કીમ નંબર-૩ના ફાયનલ પ્લોટ નંબર-૩૩૪માં મિની સ્પોટર્સ કોમ્પલેકસ બનાવવા મંજુરી અપાઈ છે.૩૨૪૭૧ ચોરસમીટર પ્લોટ એરીયા પૈકી ૪૨૮૬ ચોરસમીટરમાં મેઈન બિલ્ડિંગ બનશે.૨૪૯૮ ચોરસમીટર બાંધકામ એરીયામાં ગ્રાઉન્ડ ફલોર ઉપર મલ્ટી પર્પઝ હોલ,ઈન્ડોરગેમ,જીમનાસ્ટીક માટેની સુવિધા હશે.૧૭૯૭ ચોરસમીટર એરીયામાં પહેલા માળે ટેબલ ટેનિસ,સ્કવોશ કોર્ટ, જીમનેશિયમની સુવિધા ઉપલબ્ધ કરાશે.કોન્ટ્રાકટર માલાણી કન્સ્ટ્રકશનને આ મિની સ્પોર્ટસ કોમ્પલેકસની કામગીરી અપાઈ છે.આ ઉપરાંત રનીંગ ટ્રેક,બાસ્કેટ બોલ,પીકલ બોલ કોર્ટ, પાર્કીંગની સુવિધા અપાશે.

ચાંદલોડીયામાં ૧૩ કરોડના ખર્ચે સ્વિમિંગપુલ,જીમનેશિયમ બનાવાશે

ચાંદલોડીયા વોર્ડમાં આવેલ ટી.પી.સ્કીમ નંબર-૩૩ના ફાયનલ પ્લોટ નંબર-૧૨૯માં રુપિયા ૧૩.૨ કરોડના ખર્ચે સ્વિમિંગપુલ અને જીમનેશિયમ બનાવવા કોન્ટ્રાકટર પરેજીયા પ્રોજેકટને કામગીરી અપાઈ છે.૫૦૮૩ ચોરસમીટરમાં સ્વિમિંગપુલ જીમનેશિયમ બનાવાશે.