Gujarat

મિનિ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો પ્રારંભ, પ્રથમ દિવસે ૬૪ મેચો રમાઈ

By GS TEAM
8 Dec 20251 min read
મિનિ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો પ્રારંભ, પ્રથમ દિવસે ૬૪ મેચો રમાઈ

બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (બીએઆઈ)ના નેજા હેઠળ અને ગુજરાત બેડમિન્ટન એસોસિએશન (જીબીએ)ના સહયોગથી બરોડા બેડમિન્ટન એસોસિએશન (બીબીએ) દ્વારા આયોજિત ચોથી મિનિ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો આજે પ્રારંભ થયો હતો.

સમા ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં શહેર પોલીસ કમિશનર સહિતના અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. ચેમ્પિયનશિપ્સના પ્રથમ દિવસે કુલ ૬૪ મેચો રમાઈ હતી, જેમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં દેશભરના પ્રતિભાશાળી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેના કારણે સ્પર્ધા રોમાંચક બની છે. આ ચેમ્પિયનશિપ્સ ખાસ કરીને અંડર-૧૧ બોય્ઝ અને ગર્લ્સ માટે આયોજિત કરવામાં આવી છ,. જેમાં બોય્ઝ -ગર્લ્સ સિંગલ્સ અને બોય્ઝ-ગર્લ્સ ડબલ્સનો સમાવેશ થાય છે. ચેમ્પિયનશિપ્સમાં કુલ રૂ.૪ લાખના રોકડ પુરસ્કારો આપવામાં આવશે.